For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ બાદ હવે ચૂંટણી અભિયાન પર નિકળ્યા મોદી, પ. બંગાળમાં આજે કરશે બે રેલી

બજેટ બાદ ચૂંટણી અભિયાન પર નિકળ્યા મોદી, પ. બંગાળમાં રેલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ પશ્ચિમ બંગાળમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. પીએમ મોદી પણ આજે પશ્ચિમના પ્રવાસ પર રહેશે જ્યાં તેઓ બે રેલીઓને સંબોધિત કરશે. 24 પરગના જિલ્લા અને ઔદ્યોગિક નગર દુર્ગાપુરમાં રેલીને સંબોધિત કરવાની સાથે જ પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. પાછલા કેટલાક સમયથી ભાજપ પશ્ચિમ બંગાળમાં ભારે સક્રિય છે.

ચૂંટણી અભિયાન પર નિકળશે મોદી

ચૂંટણી અભિયાન પર નિકળશે મોદી

ચૂંટણીને લઈ આવેલ કેટલાય સર્વેમાં પણ ભાજપને પશ્ચિમ બંગાળમાં સીટોના હિસાબે ફાયદો મળતો દેખાઈ રહ્યો છે જેને પાર્ટી પરિણામમાં બદલવાની કોશિશમાં છે. પીએમ મોદી દુર્ગાપુર રેલી ભાજપના ગણતંત્ર બચાઓ કેમ્પેઈનનો ભાગ હશે. દુર્ગાપુર આસનસોલ લોકસભા સીટનો વિસ્તાર છે જ્યાંથી બાબુલ સુપ્રિયો ભાજપના સાંસદ છે. આ બંને રેલીઓના આયોજન સ્થળનું રાજનૈતિક મહત્વ છે.

પશ્ચિમ બંગાળમાં કરશે બે રેલી

પશ્ચિમ બંગાળમાં કરશે બે રેલી

આયોજન સ્થળ ઠાકુરનગરમાં મતુઓ સમુદાયની સારી એવી વસ્તી છે. આ સમુદાય પૂર્વી પાકિસ્તાન (બાંગ્લાદેશ)થી આવ્યો હતો. ભાજપની કોશિશ તેમને લોભાવવાની હશે. પાર્ટીને ઉમ્મીદ છે કે પીએમ મોદી ઠાકુરનગરમાં નાગરિકતા (સંશોધન) બિલ પર આ વિસ્તારના લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. બંગાળમાં મતુઆ લોકોની વસતી 30 લાખ હોવાનું અનુમાન છે. ઉત્તર-દક્ષિણ 24 પરગનામાં ઓછામાં ઓછા 5 લોકસભા સીટ પર આ સમુદાયનો પ્રભાવ છે.

લોભાવવાની કોશિશ કરશે

લોભાવવાની કોશિશ કરશે

શનિવારે પીએમ મોદી દુર્ગાપુરના પ્રવાસ પર કેટલીય યોજનાઓનું શિલાન્યાસ પણ કરશે. તેઓ દુર્ગાપુરમાં રેલવેને 294 કિમી લાંબા રેલ ખંડના વિદ્યુતીકરણનું કાર્ય દેશને સમર્પિત કરશે. થોડા દિવસોમાં જ પીએમ મોદીની અન્ય એક રેલી પણ બંગાળમાં યોજાશે. સિલિગુડીમાં 8 ફેબ્રુઆરીએ મોદીની ત્રીજી રેલી આયોજિત થનાર છે.

બજેટ 2019: બજેટમાં બધાને રાહત આપવાની કોશિશ કરવામાં આવીઃ પીએમ મોદીબજેટ 2019: બજેટમાં બધાને રાહત આપવાની કોશિશ કરવામાં આવીઃ પીએમ મોદી

English summary
pm narendra modi to hold two rallies in west bengal today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X