For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પર પીએમ સાથેની મીટિંગ બાદ અરુણાચલ પ્રદેશના સીએમનો દાવો, 15મીએ લોકડાઉન ખતમ પણ પ્રતિબંધો યથાવત

કોરોના પર પીએમ સાથેની મીટિંગ બાદ અરુણાચલ પ્રદેશના સીએમનો દાવો, 15મીએ લોકડાઉન ખતમ પણ પ્રતિબંધો યથાવત

|
Google Oneindia Gujarati News

દેશમાં સતત પગપસારો કરી રહેલ કોરોના વાયરસના સંક્રમણ વિરુદ્ધ રણનીતિ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. આ બેઠક બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ટ્વીટ કરીને દાવો કર્યો કે 15 એપ્રિલે લૉકડાઉન સમાપ્ત થશે, પરંતુ એનો એવો મતલબ નથી કે તમે રસ્તાઓ પર અવર જવર કરવા માટે સ્વતંત્ર છો. કોવિડ- 19થી લડવાની એકમાત્ર રીત લૉકડાઉન અને સામાજિક દૂરી છે.

modi

પેમા ખાંડૂએ કહ્યું કે હજી યુદ્ધ શરૂ થયું છે. આપણે કોઈ વિવાદ કે ભૂલ નથી કરવી. 24 કલાક આપણે સતર્ક રહેવું જોઈએ અને એકજુટ થઈ આપણે કોવિડ 19ના પ્રકોપને હરાવવા માટે લડવું પડશે. તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યું કે આ એક એવી લડાઈ છે, જેને આપણે બધાએ લડવી જોઈએ. આ એક યુદ્ધ છે જેને માત્ર સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, પોલીસકર્મીઓ અથવા સરકાર પર ના છોડી શકાય. આ સમય અલગ અલગ વિચારધારાઓના લોકોને માનવ જાતિના દુશ્મનોને હરાવવા માટે એકજુટ થઈ લડવાનો છે.

તેમણે કહ્યું કે, 21 દિવસનું લૉકડાઉન બેકાર ના જવું જોઈએ. લૉકડાઉન બાદ પણ કોરોના નિયંત્રણ સુરક્ષા ઉપાયોનું પાલન કરો જેમ કે માસ્ક પહેરવું, સ્વચ્છતા, સામાજિક દૂરી બનાવી રાખવી વગેરે. જવાબદારી હોવી જ આપણને બચાવશે.

દેશમાં કરોના વાયરસની સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલ આ બેઠકમાં પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોરોના સંકટથી ઉપજેલ હાલની સ્થિતિ, વિવિધ રાજ્યોમાં ફસાયેલ પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ રાહત કાર્યોની સાથોસાથ તબલીગી જમાતના લોકોના વિવિધ રાજ્યોમાં જવાથી ઉત્પન્ન થયેલ ખતરા પર પણ ચર્ચા થઈ છે.

માત્ર 12 કલાકમાં દેશમાં 131 નવા કેસ સામે આવ્યા, કોરોના પોઝિટિવની સંખ્યા 1900ને પારમાત્ર 12 કલાકમાં દેશમાં 131 નવા કેસ સામે આવ્યા, કોરોના પોઝિટિવની સંખ્યા 1900ને પાર

લૉકડાઉન બાદ દેશા મુખ્યમંત્રીઓ સાથે પીએમની આ પહેલી બેઠક છે. અગાઉ 22 માર્ચે લગાવવામાં આવેલ જનતા કર્ફ્યૂથી બે દિવસ પહેલા 20 માર્ચે પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરેન્સિંગ કરી હતી. તે સમયે તેમણે કોરોનાના વૈશ્વિક ખતરા પ્રત્યે મુખ્યમંત્રીને સચેત કરતા કહ્યું હતું કે આખા દેશે એકજુટ થઈ લડવાની જરૂરત છે. 24 માર્ચે આખા દેશમાં લૉકડાઉન કરવામા આવ્યું હતું જે બાદથી જ રાજ્યોના પ્રવાસી મજૂરોને લઈ કેટલાય પ્રકારની સમસ્યા સામે આવી હતી.

જો કે આ દરમિયાન કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ રાજ્યોના સચિવ અને ડીજીપી સાથે સતત વાતચીત કરી હાલાતની સમીક્ષા કરી રહયા છે. કોરોના વિરુદ્ધ રાજનૈતિક નેતૃત્વની એકજુટતા વધુ જરૂરી છે.

English summary
PM narendra modi holds video conference meeting with chief ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X