For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીઃ કોરોના સામે સતત વધી રહ્યો છે આપણો રિકવરી દર, આપણા ઉપાય યોગ્ય દિશામાં

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સ્થિતિ પર ચર્ચા કરી.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સ્થિતિ પર ચર્ચા કરી. આ બેઠકમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાના અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શામેલ થયા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે કોરોના વાયરસના કારણે પેદા થયેલ પડકારરૂપ સ્થિતિમાં દેશનુ દરેક રાજ્ય લડાઈ લડી રહ્યુ છે. આ બિમારીને રોકવા માટે દરેક રાજ્યની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

'સરેરાશ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે'

'સરેરાશ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે'

બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ, 'દેશમાં કોરોના વાયરસથી સરેરાશ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે જ્યારે રિકવરી દર રોજ વધી રહ્યો છે. આનાથી ખબર પડે છે કે આપણા દ્વારા કરવામાં આવી રહેલ ઉપાયો યોગ્ય દિશામાં છે. વિશેષજ્ઞોનુ હવે કહેવુ છે કે જો 72 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિમાં કોરોના વાયરસની ઓળખ થઈ જાય તો આના પ્રસારને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. માટે એ જરૂરી છે કે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર બધા લોકોનો 72 કલાકની અંદર ટેસ્ટ કરવો જોઈએ.'

'80 ટકા સક્રિય કેસ આ દસ રાજ્યોમાં'

'80 ટકા સક્રિય કેસ આ દસ રાજ્યોમાં'

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, 'આજે 80 ટકા સક્રિય કેસો આ દસ રાજ્યોમાં છે માટે કોરોના સામે લડાઈમાં આ રાજ્યોની ભૂમિકા ખૂબ મોટી છે. આજે દેશમાં સક્રિય કેસ 6 લાખથી વધુ થઈ ચૂક્યા છે જેમાંથી મોટાભાગના કેસ આપણા આ દસ રાજ્યોમાં જ છે. આપણે જોયુ કે યુપી, હરિયાણા અને દિલ્લીના અમુક જિલ્લાઓમાં એક એવો સમય હતો જ્યારે કોરોના વાયરસ એક મોટી સમસ્યા બની ગયો હતો. ત્યારબાદ અમે એક સમીક્ષા બેઠક કરી અને અમિત શાહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી અને ઘણી હદ સુધી અમને એ પરિણામ મળ્યા, જે અમે ઈચ્છતા હતા.'

'7 લાખ સુધી પહોંચી ચૂકી છે ટેસ્ટિંગની સંખ્યા'

'7 લાખ સુધી પહોંચી ચૂકી છે ટેસ્ટિંગની સંખ્યા'

બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ, 'દેશમાં ટેસ્ટિંગની સંખ્યા વધીને રોજ 7 લાખ સુધી પહોંચી ચૂકી છે અને સતત વધી પણ રહી છે. આનાથી સંક્રમણને ઓળખવા અને રોકવામાં જે મદદ મળી રહી છે, આજે આપણે જોઈ રહ્યા છે. આપણે અહીં સરેરાશ મૃત્યુદર પહેલા પણ દુનિયાની સરખામણીમાં ઘણી ઓછી હતી, રાહતની વાત એ છે કે તે સતત ઘટી રહી છે.'

યુએસની છાત્રા સુદીક્ષા ભાટીના મોત કેસમાં નવો વળાંક, ડીએમે આપ્યુ નિવેદનયુએસની છાત્રા સુદીક્ષા ભાટીના મોત કેસમાં નવો વળાંક, ડીએમે આપ્યુ નિવેદન

English summary
PM Narendra Modi Holds Video Conference With Chief Ministers On Coronavirus Situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X