Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગરીબોને મળશે 3 કરોડ નવા ઘર, વૃદ્ધોને 5 લાખ સુધી ફ્રી ઈલાજઃ આસામમાં પીએમ મોદીએ આપ્યા મોટા વચનો

Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના નલબારીમાં લોકોને ઘણા મોટા વચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સિવાય અગાઉની સરકારોએ ઉત્તર-પૂર્વના લોકોને માત્ર સમસ્યાઓ જ આપી છે. તેમણે દાવો કર્યો કે દેશમાં હવે માત્ર મોદીની ગેરંટી ચાલી રહી છે.

પ્રધાનમંત્રીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં ઉજવવામાં આવતા શ્રી રામ જન્મોત્સવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના ઈતિહાસમાં 500 વર્ષમાં આવો દિવસ આવ્યો છે જ્યારે શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં રામ લલ્લાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામના નલબારીમાં તેમની જાહેર રેલીમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન, તેમણે પરંપરાગત સંગીતનાં સાધનો પર હાથ અજમાવીને સ્થાનિક સંસ્કૃતિ સાથે પોતાને જોડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પીએમએ મંચ પરથી કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું.

પીએમ મોદીએ રેલીમાં મંચ પરથી કહ્યું કે આખા દેશમાં મોદીની ગેરંટી ચાલી રહી છે. નોર્થ ઈસ્ટ પોતે મોદીની ગેરંટીનુ સાક્ષી છે. PMએ કહ્યું, "કોંગ્રેસે જે ઉત્તર-પૂર્વને માત્ર સમસ્યાઓ આપી હતી તેને ભાજપે શક્યતાઓના સ્ત્રોતમાં ફેરવી દીધું. કોંગ્રેસે અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું અને મોદીએ શાંતિ અને સુરક્ષા માટે પ્રયાસો કર્યા જે કોંગ્રેસ 60 વર્ષમાં કરી શકી નહીં, તે મોદીએ 10 વર્ષમાં કર્યુ."

PM એ વધુમાં કહ્યું કે, "NDA એ દેશના દરેક નાગરિક સુધી પહોંચવાનો અને તેઓને લાયક સુવિધાઓ આપવાનો નિર્ણય લીધો છે. આગામી 5 વર્ષમાં વધુ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને આ આવાસ ગરીબોને આપવામાં આવશે અને બધામાં કોઈ ભેદભાવ નહીં હોય. મોદીએ ખાતરી આપી છે કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મોદી કોઈપણ ભેદભાવ વિના આપવામાં આવશે."

અયોધ્યા શ્રી રામ જન્મોત્સવ એટલે કે રામ નવમીની ઉજવણીને લઈને પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશમાં એક નવો માહોલ છે અને ભગવાન રામનો આ જન્મદિવસ 500 વર્ષ પછી આવ્યો છે, જ્યારે તેમને તેમના ઘરે જન્મદિવસની ઉજવણી કરવાનો લહાવો મળ્યો છે. PMએ કહ્યું, ".આજે રામ નવમીનો ઐતિહાસિક અવસર પણ છે. 500 વર્ષની રાહ જોયા બાદ આખરે ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને હવેથી થોડી જ મિનિટોમાં, પવિત્ર શહેરમાં અયોધ્યા ભગવાન રામની જન્મજયંતિ રામ મંદિરમાં તેમને 'સૂર્ય તિલક' લગાવીને ઉજવવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X