For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના સૌથી મોટા ડ્રોન મહોત્સવનુ આજે પીએમ મોદી કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા ડ્રોન ફેસ્ટીવલ ભારત ડ્રોન મહોત્સવ 2022નુ આજે સવારે 10 વાગે ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા ડ્રોન ફેસ્ટીવલ ભારત ડ્રોન મહોત્સવ 2022નુ આજે સવારે 10 વાગે ઉદઘાટન કરશે. આ મહોત્સવ દિલ્લીના પ્રગતિ મેદાનમાં થશે. પીએમ મોદીએ આ બાબત ટ્વિટ કરીને માહિતી આપી છે. પીએ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 27 મેના રોજ સવારે 10 વાગે ભારત ડ્રોન મહોત્સવ 2022માં ભાગ લઈશ. આ મંચ મહત્વના સ્ટેકહોલ્ડર્સને જેમાં સ્ટાર્ટઅપ શામેલ છે, તેને આ ક્ષેત્રમાં ભારતની ઉપસ્થિતિ મજબૂત કરવાનો મોકો આપશે. હું અપીલ કરુ છુ કે જે લોકો પણ ટેકનોજી અને નવીનતાનો શોખ ધરાવતા હોય તે આ કાર્યક્રમને જરુર જુએ.

pm modi

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન ફેસ્ટિવલમાં ખેડૂત ડ્રોન પાયલટ સાથે વાત કરશે. આ દરમિયાન તે એ પણ જોશે કે ખુલ્લા આકાશમાં ડ્રોન કેવી રીતે ઉડે છે. પીએમ મોદી આ ડ્રોન ફેસ્ટિવલમાં ઘણા સ્ટાર્ટઅપ્સને પણ જોશે અને તેમની સાથે વાતચીત કરશે. ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ દિલ્હીના પ્રગતિ મેદાનમાં બે દિવસ ચાલશે. તે આજે 27મી મેથી શરૂ થશે અને 28મી મે સુધી ચાલશે.

આ ફેસ્ટિવલમાં લગભગ 1600 લોકો ભાગ લેશે જેમાં સરકારી અધિકારીઓ પણ શામેલ થશે. આ સિવાય વિદેશી રાજદ્વારીઓ, સેનાના અધિકારીઓ, સેન્ટ્રલ ફોર્સના અધિકારીઓ, PSU, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. આ દરમિયાન ફેસ્ટિવલમાં 70થી વધુ પ્રદર્શનો યોજાશે. આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારના ડ્રોન પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન ડ્રોન પાઇલટ સર્ટિફિકેટના વર્ચ્યુઅલ એવોર્ડનુ પણ વિતરણ કરવામાં આવશે. પ્રોડક્ટ લૉન્ચ કરવામાં આવશે, પેનલ ડિસ્કશન થશે, ભારતમાં બનેલા ડ્રોનનો પ્રોટોટાઈપ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

English summary
PM Narendra Modi Inaugurate Bharat Drone Mahotsav 2022 Pragati Maidan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X