For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...

|
Google Oneindia Gujarati News

ઉરીમાં આર્મી બેઝ પર થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં અવાજ ઉઠી રહ્યો છે કે હવે બહુ થઇ વાતો હવે કંઇક કરવાનો સમય આવ્યો છે. આમ પણ આપણે ત્યાં આવા હુમલા થયા પછી શ્રદ્ધાંજલિ, સહાયની જાહેરાત અને સામ-સામા આક્ષેપો કરી ચૂપ બેસી જવાય છે. ત્યારે પેવ (Pew) રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે દેશની 62 ટકા આબાદી માને છે કે સેનાની મદદથી આંતકવાદનો ખાતમો કરી શકાય છે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

સર્વે મુજબ લગભગ 63 ટકા લોકો માને છે કે સેના પર કરવામાં આવતા ખર્ચાને વધારવો જોઇએ. જો કે લગભગ બે તૃતીયાંશ લોકો સરકારના કામ અને દેશની પરિસ્થિતિથી ખુશ છે. તો 10 માંથી આઠ લોકોનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે.

મોદીની પાકિસ્તાન પોલિસીનો વિરોધ

PM Narendra Modi is popular among public says a new survey

જો કે આ સર્વે મુજબ પીએમ મોદીની પાકિસ્તાન પોલિસી અંગે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મોટા પ્રમાણમાં ભારતીયો માની રહ્યા છે કે લશ્કરી કાર્યવાહી કરીને આતંકવાદનો ખાતમો બોલાવી શકાય છે.

મોદી હજી પણ છે ટોપ પર!

PM Narendra Modi is popular among public says a new survey

જો કે વિપક્ષથી લઇને પાક સાથે ભીંસને જોતા પણ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેવરેટ છે. તેમનો જાદુ હજી ઓછા નથી થયો. સર્વે મુજબ તેમની લોકપ્રિયતા 81 ટકા છે. અને વર્ષ 2015માં 87 ટકા. ગ્લોબલ ઇકોનોમિક એટીટ્યૂડસના ડાયરેક્ટર બ્રૂસ સ્ટોક્સના કહેવા મુજબ આ આંકડા સારા છે. અને તેમણે કહ્યું કે મોદી, ઓબામા અને જર્મનીની એન્જેલા મોર્કેલથી પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને આ માટે પીએમ મોદીએ તેમની પાકિસ્તાની નીતિ બદલવી રહી.

બીજેપીનો ગ્રાફ

PM Narendra Modi is popular among public says a new survey

આંકડા મુજબ સાલ 2015 અને 2016 બન્નેમાં મોદીના સૌથી ઓછા અપ્રઅલ રેટિંગ (53 ટકા) સાંપ્રદાયિક વિષયોને લઇને રહ્યા છે. એટલે કે આ મુદ્દાઓ પર બીજેપીને 65 ટકા લોકો સપોર્ટ કર્યો છે. અને વિપક્ષની વાતોમાં ખાલી 40 ટકા લોકો જ આવ્યા છે. જનતાની વચ્ચે બીજેપીનો ગ્રાફ જે 2015માં 10 પોઇન્ટ હતો તે વધીને હવે 25 પોઇન્ટ થઇ ગયો છે.

લોકોના મતે મોદી છે "સારા"!

PM Narendra Modi is popular among public says a new survey

મોદીના નેતૃત્વને આ સર્વેમાં લોકોએ વખાણ્યો છે અને 56 ટકા લોકોનું માનવું છે કે "મોદી જે બોલે છે તે કરીને બતાવે છે" સાથે જ 49 ટકા લોકોનું કહેવું છે કે મોદી બધાને સાથે લઇને કામ કરે છે.

કોંગ્રેસને ટકો!

PM Narendra Modi is popular among public says a new survey

સર્વેમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ કરતા મોદીને લોકોએ વધુ નંબર આપ્યા છે. ભષ્ટ્રાચારના વિરુદ્ધ લડાઇમાં લોકો 35 ટકા, બેરોજગારી મામલે 28 ટકા અંક આપ્યા છે. અને ગરીબોની મદદ મામલે કોંગ્રેસને 27 ટકા અંક મળ્યા છે.

સાંપ્રદાયિકતા એક સમસ્યા

PM Narendra Modi is popular among public says a new survey

સર્વેમાં 54 ટકા લોકોનું માનવું છે કે દેશમાં સાંપ્રદાયિકતા એક મોટી સમસ્યા છે. અને 52 ટકા લોકોનું કહેવું છે કે ઇસ્લામિક સ્ટેટ ભારત માટે મોટો ખતરો બની શકે છે.

ભારત અને સમસ્યા

PM Narendra Modi is popular among public says a new survey

સર્વે મુજબ 82 ટકા લોકોએ ભારતમાં થઇ રહેલા અપરાધ, 81 ટકા લોકોએ રોજગારને અને 80 ટકા લોકોએ ભષ્ટ્ર અધિકારીઓને તથા 78 ટકા લોકોએ આતંકવાદને ભારત સામેની સૌથી મોટી સમસ્યા ગણાવી છે.

બીજેપી માટે વિચારશરણી બદલાઇ

PM Narendra Modi is popular among public says a new survey

બીજેપી વાત કરીએ તો ગત વર્ષે બીજેપીને 65 ટકાના હિસાબે સારી એવી રેટિંગ લોકો દ્વારા આપવામાં આવી છે. અને વર્ષે અન્ય તમામ પાર્ટીઓ કરતા બીજેપી આગળ છે. તેને 53 ટકા લોકોનો સાથ મળ્યો છે. અને લોકો તેના કામથી ખુશ છે.

English summary
PM Narendra Modi is popular among public says a new survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X