4 જાન્યુ.થી 10 માર્ચ સુધી સ્વચ્છતા સર્વે કરવામાં આવશે: PM

Written By:
Subscribe to Oneindia News

રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં છેલ્લી વાર રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નું સંબોધન કર્યું હતું. પીએમ મોદીએના રેડિયો કાર્યક્રમની આ 39મી આવૃત્તિ છે. તેમણે તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પીએમ મોદી પ્રથમ વાર આ કાર્યક્રમનું સંબોધન કરી રહ્યાં છે.

narendra modi

પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ:

 • આ વર્ષે 26 જાન્યુઆરી, 2018ના રોજ આસિયાનના 10 નેતા ભારત આવશે
 • હાલમાં જ મને જાણવા મળ્યું કે, જો કોઇ મુસ્લિમ મહિલાને હજ યાત્રાએ જવું હોય તો તેઓ કોઇ પુરૂષ સભ્ય વિના ના જઇ શકે. મને આ ભેદભાવ સાંભળીને ખૂબ નવાઇ લાગી હતી, પરંતુ હવે તેઓ એકલા પણ યાત્રા પર જઇ શકીએ છીએ.
 • સ્વચ્છતા કેવળ સરકારની જવાબદારી નથી, નાગરિકોની પણ જવાબદારી છે.
 • શહેરી ક્ષેત્રોમાં સ્વચ્છતાના સ્તરની ઉપલબ્ધિનું આકલન કરવા માટે આગામી 4 જાન્યુઆરીથી 10 માર્ચ 2018 વચ્ચે દુનિયાનો સૌથી મોટો સર્વે સ્વચ્છ સર્વેક્ષણ 2018 કરવામાં આવશે
 • કેટલાક દેશવાસીઓએ આ વર્ષના એ ઘટનાક્રમો યાદ કર્યા, જેનો તેમના મન પર વિશેષ પ્રભાવ પડ્યો, સકારાત્મક પ્રભાવ પડ્યો. કેટલાક લોકોએ પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિઓ પણ શેર કરી
 • પોઝિટિવ ઇન્ડિયાથી પ્રોગ્રેસિવ ઇન્ડિયા તરફ આગળ વધીએ
 • દેશમાં મૉક પાર્લામેન્ટનું આયોજન થવું જોઇએ
 • આજે યુવાઓ માટે અનેક તક ઊભી થઇ છે
 • સમયની માંગ છે કે, આપણે 21મી સદીના ભારત માટે વિકાસ, પ્રગતિના જનઆંદોલનનું આયોજન કરીએ
 • યુવાઓ આગળ આવે અને ન્યૂ ઇન્ડિયા કઇ રીતે બનશે એ અંગે મંથન કરે
 • આજે આ કાર્યક્રમમાં હું યુવાઓ સાથે વાત કરવા માંગુ છું
 • મતની શક્તિ એ લોકતંત્રની સૌથી મોટી શક્તિ છે
 • એક લાંબા સમય બાદ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી આઝાદી મળી છે, તેઓ ઘણા લાંબા સમયથી આ વાત સહન કરી રહી હતી
 • આ વર્ષે મન કી બાત કાર્યક્રમની આ છેલ્લી આવૃત્તિ છે, આજે વર્ષ 2017નો છેલ્લો દિવસ પણ છે. આ વર્ષમાં આપણે અનેક વાતો શેર કરી. વિચારોનું આદાન-પ્રદાન મારા માટે હંમેશા નવી ઊર્જા લઇને આવે છે.
English summary
PM Narendra Modi Man Ki Bat. Address the nation for 38th time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.