યુપીના નવા મેયરોને ભાજપ ગુજરાતના ચૂંટણી મેદાન ઉતારશે

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ હાલમાં તેની સ્થાનિક ચૂંટણી પૂર્ણ કરી. ત્યારે નવા બનેલા મેયરો આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી ભાજપાના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડે પણ હાજર હતા. ત્યારે આ 16માંથી 14 ભાજપના મેયરને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામને પીએમ સાથે મુલાકાત કરી એક સ્પેશ્યલ પ્લેનથી સુરત મોકલવામાં આવશે. જ્યાં તે ભાજપ માટે વોટ માંગશે અને ભાજપનો પ્રચાર પ્રસાર કરશે.

Narendra Modi

ઉલ્લેખનીય છે કે ભાજપને ઉત્તર પ્રદેશની આ ચૂંટણીમાં લીડ મળી છે. ત્યારે મનાઇ રહ્યું છે કે ઉત્તર પ્રદેશના આ મેયરોને ગુજરાત મોકલીને કોંગ્રેસની ઉત્તર પ્રદેશ શું હાલત છે તે જણાવી ભાજપ તરફ પ્રચાર કરવામાં માટે મોકલવામાં આવી રહ્યા છે. સુરતમાં આમ પણ પાટીદાર આંદોલનના કારણે ભાજપ આ સીટ પર જીતવા માટે ખાસ પ્રયાસો આદરી રહ્યું છે. ત્યારે એક તરફ જ્યાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્ય નાથની સભામાં પાંખી હાજરી જોવા મળે છે ત્યાં જ સુરતમાં ઉત્તર પ્રદેશના મેયરોને પ્રચારમાં ઉતારવાથી ભાજપને કોઇ લાભ થાય છે કેમ તે હવે જોવું રહ્યું.

English summary
PM Narendra Modi met Newly elected mayors of Uttar Prades in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.