કેદારનાથમાં PM:મારા મદદના પ્રસ્તાવથી કોંગ્રેસને ચિંતા થઇ હતી

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ ગુરૂવારે બેસતા વર્ષને દિવસે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાન કેદારનાથી પૂજા-અર્ચના કરી હતી, લગભગ અડધા કલાક સુધી મંત્રોચ્ચારણ સાથે પૂજા કર્યા બાદ બાબા કેદારનાથનો રૂદ્રાભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે બાબા કેદારનાથની પ્રદક્ષિણા કરી હતી. પીએમ મોદીએ એ ભીમ શિલાના પણ દર્શન કર્યા હતા, જેના કારણે કેદારનાથ ધામ જળ-પ્રલયથી બચી ગયું હતું.

pm modi in kedarnath

જનસેવા એ જ પ્રભુસેવા

પીએમ મોદીએ ઉત્તરાખંડમાં પાંચ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. ત્યાર બાદ સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાનું જીવન બાબા કેદારનાથના ચરણોમાં જ વિતાવવા માંગતા હતા, પરંતુ બાબાની ઇચ્છા કંઇ બીજી હતી. હવે મારા માટે સવા સો કરોડ દેશવાસીઓની સેવા એ જ બાબા કેદારનાથની સેવા છે.

Narendra Modi

મારી મદદથી કોંગ્રેસ ચિંતામાં

પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, જ્યારે કેદારનાથ-બદ્રીનાથમાં જળ-પ્રલય આવ્યો ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. એ સમયની કોંગ્રેસ રાજ્ય સરકારને મેં કહ્યું હતું કે, કેદારનાથના પુનઃનિર્માણમાં ગુજરાત સરકાર પણ સહયોગ કરવા માંગે છે. તે સમયે તો રાજ્ય સરકારે મદદ સ્વીકારવા માટે હામી ભરી હતr, પરંતુ આ ખબર દિલ્હી કોંગ્રેસ સરકાર સુધી પહોંચી, તો એ લોકો ચિંતાતુર થઇ ગયા. ત્યાર બાદ તુરંત ઉત્તરાખંડની તે સમયની રાજ્ય સરકારે નિવેદન આપ્યું હતું કે, તેમને ગુજરાત સરકારની મદદની જરૂર નથી.

પહાડની યુવાની અને પાણી બંને કામ આવશે

પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેદારનાથ ધામમાં પુજારિયો માટે વધુ સારા નિવાસ સ્થાનો પૂરા પાડશે. વિકાસની યોજનાઓ હેઠળ કેદારનાથ ધામ સુધી જતા રસ્તાઓ પહોળા કરવામાં આવશે. ઉત્તરાખંડમાં એક કહેવત છે કે, પહાડની યુવાની અને પહાડનું પાણી પહાડને કામમાં નથી આવતા. કેન્દ્ર સરકારને આ કહેવતને બદલવાની દિશામાં કામ કરી રહી છે.

જનસેવામાં કાર્યરત કેન્દ્ર સરકાર

પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સતત જનસેવાના કાર્યોમાં લાગેલી રહે છે. ધુમાડા વચ્ચે ભોજન રાંધતી એનક મહિલાઓના ઘરે ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગેસ કનેક્શન પહોંચાડ્યા છે. સ્વચ્છ ભારતના અભિયાન હેઠળ શૌચાલયની યોજનાને પણ જનતાનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. સરકારનું દરેક કાર્ય દેશની જનતા માટે છે.

English summary
PM Narendra Modi offers prayers at Kedarnath Temple in Uttarakhand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.