જી-20 બેઠકમાં ભાગ લેવા પીમએ મોદી ઈટલી રવાના
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટલી રવાના થઈ ગયા છે. ગુરુવારે રાતે પીએમ મોદી ઈટલી અને બ્રિટનની પાંચ દિવસની યાત્રા પર રવાના થયા છે. રોમમાં પ્રધાનમંત્રી જી-20ની બેઠકમાં ભાગ લેશે. પીએમ 29થી 31 ઓક્ટોબર વચ્ચે ઈટલીમાં રહેશે અને ત્યારબાદ પીએમ 1 અને 2 નવેમ્બરે બ્રિટનના ગ્લાસગો શહેરમાં રહેશે જ્યાં પીએમ મોદી જળવાયુ પરિવર્તન પર કૉપ 26ની બેઠકમાં ભાગ લેશે. પોતાના 5 દિવસના પ્રવાસમાં પીએમ મોદી ઘણા રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પીએમ વેટિકલમાં પોપ ફ્રાંસિસ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઈટલીના પ્રધાનમંત્રી મોરિયા દ્વાગી, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન, ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
ઈટલીમાં ભારતના રાજદૂત ડૉક્ટર નીના મલ્હોત્રાએ કહ્યુ કે ભારત અને ઈટલી વચ્ચે સંબંધો છેલ્લા અમુક વર્ષોમાં વધુ સારા બન્યા છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈટલીના પ્રધાનમંત્રી વચ્ચે ગયા વર્ષે વર્ચ્યુઅલ સમિટ બાદ અમે પાંચ વર્ષ માટે એક એક્શન પ્લાન સાઈન કર્યો છે જેમાં બંને દેશોના દરેક પાસાંને શામેલ કરવામાં આવ્યા છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે જી-20 પહેલા મુલાકાત થઈ છે. આ ઉપરાંત બંને દેશોના ઉદ્યોગ મંત્રી પણ પરસ્પર આર્થિક સહયોગની ચર્ચા માટે મુલાકાત કરી ચૂક્યા છે. અમારા સંબંધો વચ્ચે ટ્રેડ અને અર્થવ્યવસ્થા સૌથી મહત્વનુ પાસુ છે.
નીના મલ્હોત્રાએ જણાવ્યુ કે આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ મહિના વચ્ચે ભારત અને ઈટલી વચ્ચે વેપાર ઘણો વધ્યો છે. આમાં 36 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના કાળ છતાં ઈટલીએ ભારતમાં રોકાણ વધાર્યુ છે. ભારતમાં લગભગ 700 ઈટલીની કંપનીઓ છે જ્યારે ઈટલીમાં ભારતની 100થી વધુ કંપનીઓ છે કે જે બંને દેશો વચ્ચે સારા આર્થિક અને વ્યાપારી સંબંધો દર્શાવે છે.