રાજીવ ગાંધીને જન્મજયંતિ નિમિત્તે PM મોદીએ કર્યા યાદ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 74મી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા હતા. તેમણે આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, અમે ભૂતપૂર્વ વડાપ્રધાવ શ્રી રાજીવ ગાંધીને યાદ કરીએ છીએ અને દેશ માટે તેમણે જે યોગદાન આપ્યું, તેનું સ્મરણ કરીએ છીએ. તો બીજી બાજુ, દિલ્હીના ભાજપ પ્રવક્તા તેજિન્દર બગ્ગાએ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે.

rajiv gandhi birth anniversary

રાજીવ ગાંધીને કહ્યા મૉબ લિંચર

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર દિલ્હીના ભાજપના પ્રવક્તા તેજિંદર બગ્ગાએ રાજીવ ગાંધીના ભાષણનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ ભાષણમાં પીએમ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ હુલ્લડો અંગે સફાઇ આપતાં કહી રહ્યાં છે કે, જ્યારે કોઇ મોટું ઝાડ પડે છે, ત્યારે જમીન ધ્રૂજે છે. આ જ સંદર્ભમાં ટ્વીટ કરતાં તેજિંદર બગ્ગાએ લખ્યું છે, શું આજે મૉબ લિંચર રાજીવ ગાંધીનો જન્મદિવસ છે?

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રવિવારે સવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રા, પૌત્રી મિરાયા વાડ્રા સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ રાજીવ ગાંધીના સ્માધિસ્થળ વીરભૂમિ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

rajiv gandhi birth anniversary
rajiv gandhi birth anniversary
English summary
PM NArendra Modi remembered Rajiv Gandhi on his birth anniversary.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.