For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની સંપત્તિ એક વર્ષમાં 36 લાખ વધી, અમિત શાહની ઘટી

પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિ 36 લાખ રૂપિયા વધી છે. આનાથી ઉલટુ ગૃહમંત્રી અમિત શાહની વાર્ષિક આવક ઘટી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનુ બેંક બેલેન્સ અને સંપત્તિઓની લેટેસ્ટ અપડેટ આપી છે. પીએમ મોદીના એસેટ રિપોર્ટ મુજબ તેમની કુલ સંપત્તિ 30 જૂન, 2020ના રોજ વધીને 2.85 કરોડ થઈ ગઈ. ગયા વર્ષે 2019ની સરખામણીમાં આ વર્ષે પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિ 36 લાખ રૂપિયા વધી છે. આનાથી ઉલટુ ગૃહમંત્રી અમિત શાહની વાર્ષિક આવક ઘટી છે. અમિત શાહને શેર બજારમાં ઉતાર-ચડાવથી મોટુ નુકશાન થયુ છે.

પીએમ મોદીની કુલ સંપત્તિનુ વર્ણન

પીએમ મોદીની કુલ સંપત્તિનુ વર્ણન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચલ સંપત્તિ છેલ્લા 15 મહિનામાં 36.53 લાખ રૂપિયા વધી ગઈ છે. ગયા નાણાકીય વર્ષમાં પીએમ મોદીની ચલ સંપત્તિમાં 26.26 ટકાનો વધારો થયો છે. તે 1,39,10,260 રૂપિયાથી વધીને 1,75,63,618 થઈ ગઈ છે. પીએમ મોદીએ 12 ઓક્ટોબરે પોતાની સંપત્તિનુ વર્ણન આપીને જણાવ્યુ કે તેમની કુલ સંપત્તિ 2.85 કરોડ છે. ગયા વર્ષે પીએમ મોદીની સંપત્તિ 2.49 કરોડ હતી. કોરોના કાળમાં ખરાબ અર્થવ્યવસ્થામાં છેવટે પીએમ મોદીની સંપત્તિ કેવી રીતે વધી, એ દરેક જણ જાણવા માંગે છે. તો અમે તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સંપત્તિ બેંકો અને ઘણા અન્ય સુરક્ષિત સાધનોમાં રોકાણથી વધી છે. બેંકોમાંથી તેમને 3.3 લાખનુ રિટર્ન મળ્યુ છે. વળી, અન્ય સાધનોથી 33 લાખ રૂપિયાનુ રિટર્ન મળ્યુ છે. જૂન 2020ના અંત સુધી પીએમ મોદી પાસે કેશ માત્ર 31,450 રૂપિયા હતા.

અમિત શાહની કુલ સંપત્તિનુ વર્ણન

અમિત શાહની કુલ સંપત્તિનુ વર્ણન

હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહના એસેટ રિપોર્ટ મુજબ જૂન 2020 સુધી શાહની ઘોષિત સંપત્તિ 28.63 કરોડ રૂપિયા છે. ગયા વર્ષે અમિત શાહે પોતાની સંપત્તિ 32.3 કરોડ રૂપિયા ઘોષિત કરી હતી. આનો આર્થ અમિત શાહને આ વર્ષે 3.67 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. ગયા વર્ષની સરખામણીમાં અમિત શાહની સંપત્તિમાં નુકશાન શેરોમાં ઘટાડાના કારણે થયુ છે. ગૃહમંત્રી અમિત શાહ એક સંપન્ન ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેમને પોતાની માતાના વારસામાંથી 13.56 કરોડ રૂપિયાની સંપત્તિ મળી છે. શાહ ભારતના સૌથી અમીર પાર્ટી અધ્યક્ષ રહ્યા છે પરંતુ આ વર્ષે તેમણે પોતાની પાસે કેશ તરીકે 15,814 રૂપિયા રોકડ રાખ્યા છે.

પીએમ મોદી અને અમિત શાહની અચલ સંપત્તિ

પીએમ મોદી અને અમિત શાહની અચલ સંપત્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અચલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે પરિવાર સાથે જોઈન્ટ ઑનરશિપમાં ગાંધીનગર સેક્ટર-1માં લગભગ 3531 વર્ગફૂટનો એક પ્લૉટ છે. જેમાં 4 લોકોનુ જોઈન્ટ નામ છે. આ સંપત્તિ 25 ઓક્ટોબર, 2002ના રોજ ખરીદવામાં આવી હતી. ત્યારે તેની કિંમત માત્ર 1.3 લાખ રૂપિયા હતી જે અત્યારે 1.10 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પીએમ મોદી પાસે કોઈ કાર નથી. તેમની પાસે 45 ગ્રામના સોનાની ચાર વીંટી છે જેની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા છે. ગૃહમંત્રી અમિત શાહ પાસે 10 અચલ સંપત્તિઓ છે. જે બધી ગુજરાતમાં છે. અમિત શાહ પાસે 44.47 લાખ રૂપિયાની જ્વેલરી છે.

નવરાત્રિમાં અંબાજીમાં 52 વર્ષમાં પહેલી વાર નહિ થાય રથયાત્રાનવરાત્રિમાં અંબાજીમાં 52 વર્ષમાં પહેલી વાર નહિ થાય રથયાત્રા

English summary
PM Narendra Modi richer than last year but Amit Shah's income dropped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X