For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ આત્મનિર્ભર દેશ માટે આપ્યો પાંચ I નો મંત્ર, કહ્યુ - ભારત ફરીથી મેળવશે ગ્રોથ

સીઆઈઆઈની સ્થાપનાના 125 વર્ષ આજે પૂરા થઈ ગયા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો.

|
Google Oneindia Gujarati News

સીઆઈઆઈની સ્થાપનાના 125 વર્ષ આજે પૂરા થઈ ગયા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો. આ પ્રસંગે પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાની મજબૂતી સાથે ઉદ્યોગ જગતનો ભરોસો જીતવાનો પ્રયત્ન કર્યો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એવા 5 આઈ પર જોર આપ્યુ. પીએમ મોદીએ કહ્યુ, ઈન્ટેન્ટ, ઈન્ક્લુઝન, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશન આ પાંચ વસ્તુઓ ભારતના વિકાસમાં ગતિ આપવા માટે મહત્વપૂર્ણ છે અને તેને આત્મનિર્ભર બનાવવાની છે. હાલમાં જ આપણા દ્વારા લેવામાં આવેલ સાહસિક નિર્ણોમાં તમને આની ઝલક મળશે.

narendra modi

પીએમ મોદીએ કહ્યુ કે હું તો ગ્રોથથી આગળ વધીને એ પણ કહીશ કે આપણે દેશની આર્થિક ગતિને નિશ્ચિત રીતે મેળવીશુ. તમારા લોકોમાંથી અમુક લોકો એમ વિચારી શકે છે કે સંકટની આ ઘડીમાં હું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે બોલી શકુ છુ. મારા આ ભરોસા પાછળ ઘણા કારણો છે. મને ભારતની ક્ષમતા અને ક્રાઈસિસ મેનેજમેન્ટ પર ભરોસો છે. મને ભારતના ટેલેન્ટ અને ટેકનોલોજી પર ભરોસો છે. મને ભારતના ઈનોવેશન અને બુદ્ધિક્ષમતા પર ભરોસો છે. મને ભારતના ખેડૂતો, એમએસએમઈ, એન્ટરપ્રેન્યોર્સ પર ભરોસો છે.

પીએમે કહ્યુ કે આજે સરકાર જે દિશામાં આગળ વધી રહી છે તે ભલે આપણુ ખાણ ક્ષેત્ર હોય, ઉર્જા ક્ષેત્ર હોય કે અનુસંધાન અને ટેકનોલોજી હોય. દરેક ક્ષેત્રમાં દેશના યુવાનો માટે ઘણા નવા અવસર હશે. દેશને હવે નવા ઉત્પાદનોનુ નિર્માણ કરવાની પણ જરૂર છે જે મેડ ઈન ઈન્ડિયા જ નહિ પરંતુ મેડ ફૉર વર્લ્ડ હોય. તેમણે કહ્યુ કે આજે દુનિયા એક ભરોસાપાત્ર સાથીને શોધી રહી છે. આપણી પાસે દેશમાં ક્ષમતા, શક્તિ અને યોગ્યતા છે. આજે દુનિયામાં ભારત વિશે જે ભરોસો બન્યો છે. તેનો આપણે સૌએ બધા ઉદ્યોગોએ તેનો લાભ ઉઠાવવો જોઈએ. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે કોરોના સામે ફરીથી મજબૂત અર્થવ્યવસ્થા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતામાંની એક છે. આના માટે સરકારે તત્કાળ નિર્ણયો લીધા છે, અમે એવા નિર્ણયો લીધા છે જે લાંબા સમયમાં દેશની મદદ કરશે.

નિસર્ગ વાવાઝોડુઃ મહારાષ્ટ્ર-ગુજરાત પર ખતરો, આગામી 24 કલાકમાં સર્જાઈ શકે છે વિનાશનિસર્ગ વાવાઝોડુઃ મહારાષ્ટ્ર-ગુજરાત પર ખતરો, આગામી 24 કલાકમાં સર્જાઈ શકે છે વિનાશ

English summary
PM Narendra Modi's 5 things to build a self-reliant India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X