મન કી બાતમાં મોદી: ‘આ દિવાળી સેનાના જવાનોને સમર્પિત’

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર 'મન કી બાત' ના 25 માં પ્રસારણમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સૌથી પહેલા દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોના મનોબળ પર પણ પોતાનો વિચાર રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી દર મહિનાના છેલ્લા રવિવારે 'મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરે છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અલગ અલગ મુદ્દાઓ પર દેશવાસીઓ સાથે વાત કરે છે.

modi

દેશને શું કહ્યું પીએમ મોદીએ જાણો...


પીએમ મોદીએ આ દિવાળી સેનાના જવાનોને સમર્પિત કરી.
#Sandesh2Soldiers થી દેશવાસીઓએ જવાનોને સંદેશ મોકલ્યા. એક સંદેશથી સામર્થ્ય વધી જાય છે અને દેશે તે કરી બતાવ્યુ.
સેનાના જવાન માત્ર સીમા પર નહિ, પરંતુ જીવનના દરેક ક્ષેત્રે રાષ્ટ્ર ભાવનાથી પ્રેરિત થઇને કામ કરે છે. આઇટીબીપી જવાન વિકાસ ઠાકુરે 57,000 રુપિયા પંચાયત પ્રધાનને આપી દીધા અને કહ્યુ કે જે 57 ઘરોમાં શૌચાલય નથી બન્યા ત્યાં શૌચાલય બનાવી દો. હું હરિયાણા પ્રદેશને અભિનંદન આપવા માંગુ છુ કારણકે તેમણે એક બીડુ ઝડપ્યુ છે કે હરિયાણા પ્રદેશને કેરોસિનથી મુક્ત કરીશુ.
ગાંધીજી કહેતા હતા કે જ્યારે પણ યોજના બનાવો ત્યારે સૌથી પહેલા ગરીબનો ચહેરો યાદ કરો પછી નક્કી કરો કે જે કરવા જઇ રહ્યા છો તેનાથી ગરીબને લાભ થશે કે નહિ.
આપણી જૂની વિચારસરણી ભલે ગમે તે હોય પરંતુ સમાજને દીકરા-દીકરીના ભેદમાંથી મુક્ત કરવો પડશે.
સરકાર તરફથી ટીકાકરણ તો થાય જ છે પરંતુ તો પણ લાખો બાળકો ટીકાકરણનો લાભ લેતા નથી. જે લોકો લાકડા પર ચૂલો સળગાવીને રસોઇ કરે છે તેવા 5 કરોડ પરિવારોને ધૂમાડાથી મુક્ત જિંદગી આપવાની કોશિશ ચાલુ છે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મજયંતિ પર્વ છે, સાથે જ શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે.
મીડિયાએ પણ આ દીપોત્સને સેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના અવસરમાં પલટી દીધો છે.

આપણા જવાન કેવા કેવા દુખ સહન કરે છે. આપણે જ્યારે દિવાળી મનાવી રહ્યા છે ત્યારે કોઇ રણમાં ઉભુ છે તો કોઇ હિમાલયની ચોટી પર.
દરેક દેશવાસીના દિલમાં જવાનો પ્રત્યે પ્રેમ અને ગૌરવ છે. જે પ્રકારે તેની અભિવ્યક્તિ થઇ છે તે દરેક દેશવાસીને તાકાત આપનારી છે.
આ દિવાળી સુરક્ષાબળોના નામ પર સમર્પિત છે.
પ્રકાશનું આ પર્વ દિવાળી વિશ્વ સમુદાયને પણ અંધકારથી પ્રકાશ તરફ લઇ જવાનો એક પ્રેરણા ઉત્સવ બની રહ્યો છે.
દિવાળી સ્વચ્છતાનું આભિયાન પણ છે. સમયની માંગ છે કે આખા પરિસરની સફાઇ કરો, આખા ગામની સફાઇ કરો અને આ પરંપરાને વિસ્તૃત કરવાની છે.
આજકાલ આપણે રવિવારે રજા માણીએ છીએ, પરંતુ સદીઓથી આપણે ત્યાં પૂર્ણિમા અને અમાસે રજા માણવાની પરંપરા હતી.
દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી. દેશવાસીઓને ઉત્સાહ સાથે દિવાળી મનાવવાની અપીલ કરી. આપણા દેશમાં 365 દિવસ ઉત્સવ હોય છે. આપણો દરેક પર્વ શિક્ષાનો સંદેશ આપે છે.
ભારતીય જનજીવનમાં ઉત્સવનું બીજુ નામ દિવાળી છે. દિવાળી પર સ્વચ્છતા અભિયાન થાય છે. વિદેશોમાં પણ દિવાળીની ધૂમ છે. સિંગાપુરના સાંસદોએ પણ દિવાળી મનાવી.

English summary
PM Narendra Modi's addressed the Nation on Mann Ki Baat, 25th Edition.
Please Wait while comments are loading...