વડાપ્રધાન મોદીની માતા અને પત્નીને મળશે SPG સુરક્ષા
નવી દિલ્હી, 23 મે: આ વખતની સામાન્ય ચૂંટણીઓ પહેલા સરકારી રેકોર્ડમાં લગ્નની કોલમ ખાલી રાખનાર નરેન્દ્ર મોદીની પત્ની પણ એસપીજીની સુરક્ષામાં રહેશે. સુરક્ષા અધિકારીઓ અનુસાર દેશના 15માં વડાપ્રધાનના રૂપમાં 26 મેના રોજ નરેન્દ્ર મોદી દ્વારા શપથ લીધા બાદ તેમની માતા અને તેમની પત્નીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા આપવામાં આવશે.
એક અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે મોદીની માતા હીરાબેન અને પત્ની જશોદાબેનને પણ એસપીજીની સુરક્ષા મળશે. પરંતુ તેમના ત્રણ ભાઇયો અને બે બહેનને રાજ્ય સરકાર દ્વારા જેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.
મોદીની પત્ની અને માતાની સાથે જ તેમના ભાઇ અને બહેન ગુજરાતમાં રહે છે. મોદી પોતાની પત્નીથી અલગ રહે છે. સૂત્રોએ જણાવ્યું કે માતા અને પત્નીની સુરક્ષાની જરૂરીયાતનું નિરિક્ષણ કરવા માટે એસપીજીના કમાંડો ગુજરાત મોકલાઇ ચૂક્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય પોલિસને પણ તેમના ભાઇઓ અને બહેનોની સુરક્ષાનું આકલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એ અનુસાર સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

મોદીની માતા સોમની સાથે રહે છે, જ્યારે તેમની પત્ની સેવાનિવૃત્ત શિક્ષિકા છે અને પાલનપુરના રાજોસણા ગામમાં રહે છે. એસપીજી એક્ટ અનુસાર ભારતના વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોને વીઆઇપી સુરક્ષા માટે કમાંડોની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
