For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે પીએમ નરેન્દ્ર મોદીનુ આખુ શિડ્યુલ જાણો અહીં

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે પીએમ નરેન્દ્ર મોદીનુ આખુ શિડ્યુલ જાણો અહીં..

|
Google Oneindia Gujarati News

ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની તૈયારીઓ અયોધ્યામાં જોરશોરથી ચાલી રહી છે. 5 ઓગસ્ટે અહીં ભૂમિ પૂજન થવાનુ છે. ભૂમિ પૂજનના ભવ્ય કાર્યક્રમ માટે શહેરની સુરક્ષા વ્યવસ્થાને સઘન કરી દેવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિને આમંત્રણ વિના ન આવવા માટે કહેવામાં આવ્યુ છે. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે તૈયારીઓનુ નિરીક્ષણ કર્યુ. કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને ભૂમિ પૂજનનો કાર્યક્રમ સંપન્ન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘણી ગણમાન્ય હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદી લગભગ ત્રણ કલાક સુધી અયોધ્યામાં રહેશે અને આ દરમિયાન મંદિર દર્શન, પૂજા અર્ચના વગેરે કરશે.

5 ઓગસ્ટે પ્રધાનમંત્રીના અયોધ્યા પ્રવાસનુ આખુ શિડ્યુ

5 ઓગસ્ટે પ્રધાનમંત્રીના અયોધ્યા પ્રવાસનુ આખુ શિડ્યુ

  • સવારે 9:35 વાગેઃ પ્રધાનમંત્રી દિલ્લીથી લખનઉ માટે રવાના થશે.
  • 10:35 વાગે પીએમ લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે.
  • 10:40 પર લખનઉ એરપોર્ટથી હેલીકૉપ્ટરથી પીએમ અયોધ્યા માટે રવાના થશે.
  • 11:30 વાગે પ્રધાનમંત્રી અયોધ્યામાં સાકેત કૉલેજમાં બનાવવામાં આવેલ હેલીપેડ પર લેન્ડ કરશે.
  • 11:40 વાગે પ્રધાનમંત્રી હનુમાનગઢી જશે અને 10 મિનિટ સુધી અહીં પૂજા અર્ચના કરશે.
  • 12:00 વાગે પ્રધાનમંત્રી રામ જન્મભૂમિ પરિસર પહોંચશે અને 10 મિનિટ સુધી રામલલા વિરાજમાનના દર્શન કરશે અને પૂજા કરશે.
  • 12:15 વાગે પીએમ રામલલા પરિસરમાં પારિજાતના છોડ રોપશે.
  • 12:30 વાગે ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ થશે.
  • 12:40 વાગે રામ મંદિરની આધારશિલાની સ્થાપના થશે.
  • 2:05 વાગે પ્રધાનમંત્રી પાછા સાકેત કૉલેજમાં બનેલા હેલીપેડ માટે પ્રસ્થાન કરશે.
  • 2:20 વાગે પીએમ હેલીકૉપ્ટરમાં સવાર થઈને લખનઉ માટે રવાના થઈ જશે અને અહીંથી દિલ્લી માટે પ્રસ્થાન કરશે.
માત્ર 175 લોકોને જ આમંત્રણ

માત્ર 175 લોકોને જ આમંત્રણ

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે માત્ર 175 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે જેથી સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન થઈ શકે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર મંચ પર પીએમ મોદી ઉપરાંત ચાર જ લોકો હશે જેમાં સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ટ્રસ્ટના અધ્યક્ષ નૃતય ગોપાલદાસ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત શામેલ છે. રાયના જણાવ્યા અનુસાર બધા અતિથિઓને જે નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા છે તેમાં સિક્યોરિટી કોડ લગાવવામાં આવ્યો છે. જો કોઈ પણ ગેસ્ટ રામજન્મભૂમિના કાર્યક્રમ વચ્ચે નીકળશે તો તેને ફરીથી એન્ટ્રી નહિ મળે.

આમંત્રણ ન આપવા બદલ માફી પણ માંગી

આમંત્રણ ન આપવા બદલ માફી પણ માંગી

ચંપત રાયના જણાવ્યા મુજબ કોરોનાનો કહેર ચાલુ છે એવામાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આમાં શામેલ નહિ થાય કારણકે તેમની ઉંમર 90 વર્ષથી વધુ છે. વળી, ઉમા ભારતી અયોધ્યા તો આવશે પરંતુ પૂજનમાં શામેલ નહિ થાય. આ દરમિયાન તે સરયુના કિનારે રહેશે. જ્યારે કાર્યક્રમ ખતમ થઈ જશે ત્યારે તે રામલલાના દર્શન કરશે જેથી તેમનાથી કોઈને સંક્રમણનો ખતરો ન રહે. આ ઉપરાંત કોરોનાના કારણે માત્ર 175 લોકોને જ બોલાવવામાં આવ્યા છે. ચંપત રાયે કહ્યુ કે લાંબી ચર્ચા બાદ લિસ્ટ ફાઈનલ થયુ છે. ટ્રસ્ટે ઘણા લોકોને ફોન કર્યો છે અને તેમને આમંત્રણ ન આપવા બદલ માફી પણ માંગી છે.

જરૂરી નથી કે વેક્સીનથી ઠીક થઈ જશે કોરોના વાયરસ, લાંબી લડાઈ માટે તૈયાર રહોઃ WHOજરૂરી નથી કે વેક્સીનથી ઠીક થઈ જશે કોરોના વાયરસ, લાંબી લડાઈ માટે તૈયાર રહોઃ WHO

English summary
PM Narendra Modi's schedule for ayodhya ram mandir bhoomi pujan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X