Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મગહરમાં બોલ્યા મોદીઃ કબીર કુરીતિઓ સામે લડ્યા, તે વિચાર બનીને આવ્યા અને વ્યવહાર બનીને અમર થઈ ગયા

પ્રધાનમંત્રી સંતકબીરની 500 મી પુણ્યતિથિના પ્રસંગે તેમની પરિનિર્વાણ સ્થળ પર જઈને તેમની મઝાર પર ચાદર ચઢાવી. પીએમ મોદી અહીં એક જનસભાને સંબોધિત કરશે.

પીએમ મોદી ગુરુવારે સંત કબીરનગરના પ્રવાસે પહોંચ્યા છે જ્યાં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. પીએમ મોદી લખનઉ પહોંચ્યા અને અહીંથી તે સંત કબીરનગર માટે રવાના થયા. સીએમ યોગી અને રાજ્યપાલ રામ નાઈકે ગુરુવારે લખનઉ એરપોર્ટ પર પીએમ મોદીની આગેવાની કરી. પ્રધાનમંત્રી સંતકબીરની 500 મી પુણ્યતિથિના પ્રસંગે તેમની પરિનિર્વાણ સ્થળ પર જઈને તેમની મઝાર પર ચાદર ચઢાવી. પીએમ મોદી અહીં એક જનસભાને સંબોધિત કરશે. 2019 ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષ્યમાં આને પ્રચારના શરૂઆત તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે. આ પહેલા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સંત કબીરગનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુરુવારે થનારા કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું ચેકિંગ કર્યુ હતુ.

pm modi

Jun 28, 2018, 3:26 pm IST

કબીર કુરીતિઓ સામે લડ્યા, દિલથી સ્વચ્છ, દિમાગથી તંદુરસ્ત, અંદરથી કોમળ અને બહારથી કઠોર હતા. તે જન્મના ધન્યથી નહિ, કર્મથી વંદનીય થઈ ગયાઃ પીએમ મોદી
Jun 28, 2018, 3:25 pm IST

તે ધૂળમાંથી ઉઠ્યા હતા પરંતુ માથાનું ચંદન બની ગયા. તે વ્યક્તિથી અભિવ્યક્તિ અને આગળ વધીને શબ્દભ્રમ થઈ ગયા. તે વિચાર બનીને આવ્યા અને વ્યવહાર બનીને અમર થયાઃ પીએમ મોદી
Jun 28, 2018, 3:23 pm IST

કબીર સૌના હતા, એટલા માટે સૌ તેમના થઈ ગયા. તેમની વાતોને સમજવા માટે કેવળ સરળતાની જરૂર છેઃ પીએમ મોદી
Jun 28, 2018, 3:22 pm IST

સંત કબીર વિચાર બનીને આવ્યા અને વિચાર બનીને અમર થઈ ગયાઃ પીએમ મોદી
Jun 28, 2018, 3:21 pm IST

પીએમ મોદીઃ સંત કબીર એકેડમીનું શિલાન્યાસ કરવામાં આવ્યુ.
Jun 28, 2018, 3:21 pm IST

મગહરમાં બોલ્યા પીએમ મોદી, સંત કબીરની ધરતીને મારા પ્રણામ, આજથી જ ભગવાન ભોલેનાથની યાત્રા શરૂ થઈ રહી છે.
Jun 28, 2018, 3:19 pm IST

મગહરમાં બોલ્યા પીએમ મોદી, મને મગહરમાં આવી ખુશી મળી, ચાદર ચઢાવી અપાર ખુશી મળી.
Jun 28, 2018, 3:17 pm IST

ઉત્તરપ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં પહોંચ્યા પીએમ મોદી, થોડી વારમાં કરશે સભાને સંબોધિત
Jun 28, 2018, 3:15 pm IST

સીએમ યોગી કરી રહ્યા છે સભાને સંબોધિત, દેશમાં પહેલી વાર ગરીબોને ઝડપથી છત આપવાનું કામ થયુ, યુપીમાં 12 લાખથી વધુ મકાન બનાવ્યાઃ સીએમ યોગી
Jun 28, 2018, 3:14 pm IST

થોડીવારમાં કરશે જનસભાને સંબોધિત, સંત કબીરનગરથી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત
Jun 28, 2018, 3:13 pm IST

પીએમ મોદીએ મગહરમાં સંત કબીર એકેડમીની આધારશિલા મૂકી, ઉત્તરપ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં પહોંચ્યા છે પીએમ મોદી
Jun 28, 2018, 3:11 pm IST

સીએમ યોગી આદિત્યનાથ અને કેબિનેટ મંત્રી ડૉ.રીટા બહુગુણા જોશીની સાથે ચૌધરી લક્ષ્મીનારાયણ પણ હાજર.
Jun 28, 2018, 3:09 pm IST

આ ક્ષેત્રના વિકાસ માટે અન્ય ઘણી પરિયોજનાઓની આધારશિલા મૂકશે પીએમ મોદી
Jun 28, 2018, 3:07 pm IST

પ્રધાનમંત્રીએ 24.9375 કરોડ રૂપિયાની રકમથી બનનાર સંતકબીર સંશોધન એકેડમીનું શિલાન્યાસ કર્યુ.
Jun 28, 2018, 3:04 pm IST

પીએમ મોદીએ સંત કબીરની મઝાર પર ચાદર ચઢાવી. સંત કબીરનગરના પ્રવાસ પર છે પીએમ મોદી.
Jun 28, 2018, 2:58 pm IST

સીએમ યોગી અને રાજ્યપાલ રામ નાઈકે ગુરુવારે લખનઉ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કર્યુ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X