લોકસભામાં PM મોદીએ વિરોધ વચ્ચે ભાષણ આપતા કહ્યું આ...

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચા પર જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ જેવી સ્પીચ આપવાની શરૂઆત કરી તેવો જ તેમનો વિરોધ શરૂ થઇ ગયો હતો. પણ વિરોધ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારા ઝેરની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. નોંધનીય છે કે પીએમ મોદીએ તેમના આ ભાષણ પર એક પછી એક કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં શું ભાષણ આપ્યું તેના મહત્વના મુદ્દાઓ વાંચો અહીં. 

modi

પીએમ મોદીએ રાહુલ ગાંધી પર બોલતા કહ્યું કે જ્યારે દેશમાં ડોકલામમાં મામલે લડાઇ લડી રહ્યું હતું તો તમે ચીનના લોકોને મળી રહ્યા હતા. તેમને શર્મ આવવી જોઇએ કે તમે વિદેશમાં જઇને પણ દેશની આટલી બદનામી કરો છો. મોદીએ કહ્યું દેશમાં હિટ અને રનની રાજનીતિ ચાલી રહી છે.કિચડ ઉછાળો અને ભાગો. પણ જેટલો કિચડ ઉછાળશો તેટલા જ કમળ ખીલશે. સ્વચ્છ અભિયાન પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે મારું સ્વચ્છ ભારત અભિયાન સામેના ઓસરી સુધી સીમિત નથી રહ્યું. અનેક લોકો તેમાં જોડાયા છે.
એનપીએફના મામલે બોલતા પીએમ મોદીએ કહ્યું કે એનપીએફનો મામલો શું છે. દેશને જૂની સરકારના વેપાર વિષે ખબર પડવી જોઇએ. એનપીએ કોંગ્રેસનું પાપ છે. જૂની સરકારે પોતાના પ્રિય લોકોને લોન આપી છે. અમારી સરકારે એક પણ તેવી લોન નથી આપી જેને એનપીએ કહેવાનો વારો આવે. આ વાત દેશને ખબર પડવી જોઇએ.

English summary
PM Narendra Modi speaks in Lok Sabha on the motion of thanks to the President's address.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.