કેદારનાથ પહોંચેલ PM મોદીની નમ્રતા પર ઓવારી ગયા લોકો

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દેશમાં વીઆઇપી કલ્ચર પૂરું કરવાના અભિયાન પર છે. દેશના મોટા ભાગના નેતાઓને વીઆઇપી ટ્રીટમેન્ટની આદત હોય છે. જેટલું ઊંચુ પદ, એટલી વધુ સ્પેશિલ ટ્રીટમેન્ટ. એવામાં કેદારનાથ પહોંચેલા નરેન્દ્ર મોદીએ અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેદારધામમાં દર્શન કરવા પહોંચેલ પીએમ મોદીએ જે કર્યું, એ અન્ય નેતાઓ માટે એક પાઠ સમાન છે.

વીઆઇપી ટ્રીટમેન્ટની મનાઇ

વીઆઇપી ટ્રીટમેન્ટની મનાઇ

બુધવારે સવારે લગભગ 9 વાગ્યે વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશતાં પહેલાં જ્યારે તેઓ પોતાના જૂતા ઉતારવા થોભ્યા, તો એક કર્મચારી પીએમ મોદીના જૂતા ઉતારવા માટે આગળ વધ્યો. પીએમ મોદીએ ખૂબ નમ્રતાથી હસીને તે કર્મચારીને આમ કરવાની ના પાડી અને જાતે પોતાના જૂતા ઉતાર્યા. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે.

6 મહિના બાદ ખુલ્યા કેદારનાથના કપાટ

6 મહિના બાદ ખુલ્યા કેદારનાથના કપાટ

આ પહેલાં બુધવારે રીત-રિવાજો અનુસાર શુભ મૂહર્તમાં ભગવાન કેદારનાથ ધામના કપાટ ખોલાવામાં આવ્યા હતા. કપાટ ખુલતાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના કરી હતી. દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથના કપાટ બુધવારે 6 મહિના બાદ ખોલવામાં આવ્યા. છેલ્લા 27 વર્ષોમાં પહેલીવાર કોઇ વડાપ્રધાન કેદારનાથ ધામ પહોંચ્યા હતા. આ પહેલાં વડાપ્રધાન તરીકે વી.પી.સિંહ અને ઇન્દિરા ગાંધી કેદારનાથ ધામની મુલાકાત લઇ ચૂક્યાં છે.

પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ

પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ

કેદારનાથ ધામમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિદ્વારમાં પતંજલિ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે બાબા રામદેવે પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ આપી હતી. રામદેવે કહ્યું કે, પીએમ રાષ્ટ્રનું ગૌરવ છે, જેમાં રાષ્ટ્રના સવા સો કરોડ લોકો પોતાનું સ્વરૂપ જુએ છે. ગામ, શહેર કે ભારતનો અમીર કે ગરીબ વ્યક્તિ પણ પીએમની અંદર પોતાનું પ્રતિબિંબ અને રૂપ જુએ છે. રામદેવે પીએમ મોદીને ભગવાનના વરદાન સમાન ગણાવ્યા હતા.

બાબાએ આપ્યું સરપ્રાઇઝ

બાબાએ આપ્યું સરપ્રાઇઝ

પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ મળતાં તેમણે કહ્યું કે, મને ખબર નહોતી, બાબાએ સરપ્રાઇઝ આપી દીધું. બાબાએ ખૂબ લાગણી સાથે મને વિશેષ સન્માન આપ્યું છે, હું પતંજલિનો આભાર માનું છું. આ સન્માનથી એક વાત સ્પષ્ટ થાય છે કે, તમારી પાસે લોકોને જે અપેક્ષા છે, તે પૂરી કરો અને તમારું ધ્યાન સહેજ પણ ભટકવા ન દો.

અહીં વાંચો

અહીં વાંચો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, આધાર વૈકલ્પિક નહીં, અનિવાર્ય છે

આધાર કાર્ડને લઇને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટમાં શું ચર્ચા થઇ વિગતવાર જાણો અહીં.

English summary
PM Narendra Modi stops man for removing his shoes at Kedarnath.
Please Wait while comments are loading...