રાહુલને મળ્યા પછી મોદી કહ્યું આપણે આમ જ મળતા રહેવું જોઇએ

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ અમેઠીના સાંસદ રાહુલ ગાંધીને કહ્યું કે આપણે આ રીતે જ મળતા રહેવું જોઇએ. નોંધનીય છે કે શુક્રવારે સવારે લગભગ 10:30 વાગે કોંગ્રેસ પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધી સાથે પીએમ મોદીને મળ્યું હતું. સમાચાર એજન્સી PTI મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આ રીતે જ મળતા રહેવું જોઇએ.

modi

ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું કે પીએમ તે વાત સ્વીકારી કે ખેડૂતોની હાલત ગંભીર છે. ખેડૂતોના દેવાના માફ કરવા અંગે તેમણે કંઇ કહ્યું નહીં ખાલી સાંભળ્યું.

નોંધનીય છે કે બે દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ તેવું નિવેદન આપ્યું હતું કે પીએમ તેમનાથી ડરેલા છે કારણ કે તેમની પાસે પીએમ અંગે કેટલી ખાનગી માહિતી છે. તો બીજી તરફ આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ભષ્ટ્રાચારને નાબુદ કરવા માટે હજી તો અનેક કામો કરવાના બાકી છે.

વધુમાં નોટબંધી મુદ્દે તેમણે લોકોનો આભાર માનતા કહ્યું કે જે લોકો આમાં અમારો સાથ આપી રહ્યા છે અમે તેની સાથે આગળ વધી રહ્યા છે. નોટબંધી મામલે ઓડિસ્સા અને બિહારના મુખ્યમંત્રીએ સાથ આપવાની વાત અંગે તેમણે આભાર માન્યો છે. વધપમાં મોદીએ આ સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસ અમારા આ પ્રયાસોથી તકલીફમાં છે. અને વિપક્ષ અપ્રમાણિક લોકોનો સાથ આપી રહ્યું છે.

English summary
PM Narendra Modi tells Rahul Gandhi that they should meet regularly.
Please Wait while comments are loading...