10 ઓગસ્ટે PM નરેન્દ્ર મોદી બેંગલુરૂ મેટ્રોની યલો લાઈનનું કરશે ઉદ્ઘાટન, ફેઝ-3નો શિલાન્યાસ પણ કરશે
PM Modi Visit Bengaluru: PM નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે બેંગલુરુને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ શહેરમાં લાંબા સમયથી રાહ જોવાતી યલો લાઈન મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, આ સાથે જ તેઓ બેંગલુરુ મેટ્રોના ફેઝ-3નો શિલાન્યાસ પણ કરશે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આ જાણકારી આપી છે. લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે તેમની રાહનો અંત આવવાનો છે.

BJPના સાંસદ તેજસ્વી સૂર્યાએ જાણકારી આપી
બેંગલુરુ દક્ષિણના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું, 'PM નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટના રોજ ખૂબ જ મહત્વપૂર્ણ યલો લાઈન મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. બેંગલુરુના તમામ લોકો વતી, હું PMનો હંમેશા આપણા શહેરના માળખાગત વિકાસને પ્રાથમિકતા આપવા બદલ આભાર માનું છું'. સાંસદ સૂર્યાએ જણાવ્યું હતું કે બેંગલુરુની વધતી જતી ટ્રાફિક સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ જાહેર પરિવહન વ્યવસ્થા છે અને મેટ્રો નેટવર્કનું વિસ્તરણ એ દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે 10 ઓગસ્ટે ઉદ્ઘાટન સાથે આ પ્રોજેક્ટ 15 ઓગસ્ટની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે. સાંસદે એમ પણ કહ્યું કે PMની બેંગલુરુ મુલાકાત બેંગલુરુ દક્ષિણ માટે એક ઐતિહાસિક ક્ષણ હશે.
Hon. PM Sri @narendramodi Ji’s visit to Bengaluru on August 10 will be a landmark moment for Bengaluru South.
— Tejasvi Surya (@Tejasvi_Surya) August 3, 2025
He will not only inaugurate the long-awaited Yellow Line Metro operations but also lay the foundation stone for Metro Phase 3 - a project that received Cabinet approval…
લગભગ 25 લાખ લોકોને સીધો ફાયદો થશે
તેમણે કહ્યું કે, આ એક એવો પ્રોજેક્ટ છે જેને PM મોદીના ત્રીજા કાર્યકાળના પહેલા 100 દિવસમાં કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સાંસદે કહ્યું કે આ બંને પ્રોજેક્ટ્સથી બેંગલુરુ દક્ષિણના લગભગ 25 લાખ લોકોને સીધો ફાયદો થશે. લગભગ 20,000 કરોડ રૂપિયાના મેટ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત આ પ્રદેશને સમર્પિત છે, અમે બેંગલુરુ દક્ષિણના જાહેર પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે સતત ધ્યાન, સ્નેહ અને પ્રતિબદ્ધતા બદલ PM મોદીના ખૂબ આભારી છીએ. તેજસ્વી સૂર્યાએ યલો લાઈન મેટ્રો વિશે જણાવ્યું હતું કે આ લાઈન લગભગ 8 લાખ મુસાફરોને સેવા આપશે અને સિલ્ક બોર્ડ જામ (બેંગલુરુનો એક વ્યસ્ત આંતરછેદ)ની સમસ્યા હલ કરશે. તેમણે કહ્યું કે ટ્રાફિક ભીડ ઘટાડવા માટે જાહેર પરિવહન એકમાત્ર વિકલ્પ છે.
19.15 કિલોમીટર લાંબી છે યલો લાઈન
અગાઉ, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટરે PM મોદીની બેંગલુરુ મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, 'મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે PM નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુ મેટ્રોની 19.15 કિમી લાંબી યલો લાઈન (આરવી રોડથી બોમ્માસન્દ્રા સુધી, જેમાં 16 સ્ટેશનો છે અને તેનો ખર્ચ રૂ. 5,056.99 કરોડ છે)નું ઉદ્ઘાટન કરવા અને 44.65 કિમી લાંબા બેંગલુરુ ફેઝ-3 (રૂ. 15,611 કરોડનો ખર્ચ)નો શિલાન્યાસ કરવા સંમત થયા છે.'












Click it and Unblock the Notifications
