પીએમ નરેન્દ્ર મોદી આજે રાયપુરમાં, જનતાને આપશે 7500 કરોડની ભેટ, જનસભાને કરશે સંબોધિત
PM Modi Raipur: છત્તીસગઢમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવાર 7મી જુલાઈએ રાજ્યની રાજધાની રાયપુરમાં એક મોટી જાહેર સભાને સંબોધશે.
પીએમ મોદી સવારે 10:45 વાગે રાયપુર પહોંચશે, ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ જશે, જ્યાં તેઓ આયોજિત કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને 7500 કરોડની ભેટ આપીને જનસભાને સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી રાયપુરમાં આશરે રૂ. 6,400 કરોડના મૂલ્યના 5 નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી રાયપુરમાં લગભગ 2 કલાક રોકાશે, ત્યારબાદ તેઓ રાયપુરથી 12:40 પછી ઉત્તર પ્રદેશના ગોરખપુર માટે રવાના થશે.
વડાપ્રધાન મોદી રાયપુરમાં પબ્લિક હાઈવે, રેલ્વે અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેઓ જનસભાને સંબોધિત કરશે. બીજેપી સાંસદ અને છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અરુણ રાવે જણાવ્યું કે સંગઠને પીએમની બેઠકનું નામ વિજય સંકલ્પ જનસભા રાખ્યું છે.












Click it and Unblock the Notifications
