ગુરૂ ગોવિંદના 350મા પ્રકાશ પર્વ પર પટના પહોંચ્યા નરેન્દ્ર મોદી

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની રાજધાની પટનામાં ગુરૂ ગોવિંદ સિંહના 350માં પ્રકાશ ઉત્સવમાં ભાગ લેવા માટે પટના પહોંચ્યા. તેમની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કાયદાકીય મંત્રી રવિશંકર પ્રસાદ સહિત અન્ય કેન્દ્રિય મંત્રીઓ પણ પટના પહોંચે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પટના એરપોર્ટ પર આવકારવા રાજ્યપાલ રામનાથ કોવિંદ, મુખ્યમંત્રી નીતીશ કુમાર, ઉપ-મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, વિધાનસભા અધ્યક્ષ વિજય ચૌધરી, વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહ સહિત અન્ય બીજા અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા.

narendra modi

આ પહેલાં 350માં ગુરૂ પર્વ અંગે એક મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ખાનગી એજન્સિથી મળેલ જાણકારી અનુસાર પટના પોલીસે એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે, ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદી કશ્મીરા સિંહ પોતાના સાથીદારો સાથે પટનામાં હોવાની સૂચના મળી છે. ખાનગી એજન્સિઓએ જાણકારી આપતાં કહ્યું હતું કે, કશ્મીરા સિંહે પાતોના વાળ અને દાઢી કપાવી લીધા છે તથા તે વેશ બદલીને પટના પહોંચ્યો છે. આથી આવો કોઇપણ વ્યક્તિ દેખાય જેની પર શંકા જતી હોય તો તેની તપાસ થશે. એલર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન પ્રાયોજિત ખલિસ્તાન આતંકવાદી પણ કોઇ ગડબડ કરી શકે છે. આથી વધુ એલર્ટ રહેવાની જરૂર છે. નોંધનીય છે કે કશ્મીરા સિંહ 28 નવેમ્બરના રોજ પંજાબના નાભા જેલ બ્રેક કાંડમાં ભાગી છૂટ્યો હતો. તેની સાથે કેએલએફ સરગના હરમંદિર મિંટૂ પણ ભાગી નીકળ્યો હતો, પરંતુ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પટના ખાતેના ગાંધી મેદાનમાં પ્રકાશ પર્વના મુખ્ય સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી એક જ મંચ પર બેસી ગુરૂવાણી સાંભળી હતી. નોંધનીય છે કે પંજાબમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પીએમ મોદીની આ મુલાકાતને ધાર્મિક ઓછી અને રાજકીય વધુ માનવામાં આવી રહી છે.

English summary
PM Narendra Modi visit Patna today to take part in 350th Prakash Parv of Guru Gobind Singh.
Please Wait while comments are loading...