For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી, PMએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા

પીએમ નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર દેશ હોળીની મસ્તીમાં ખોવાયેલો છે, રંગોનો પર્વ હોળી પૂરા હર્ષોલ્લાસ સાથે ભારતમાં મનાવવામાં આવી રહ્યો છે. વૃંદાવન ગુલાલથી તરબતર છે. વળી, વારાણસીના ઘાટ પર પણ જોરદાર અબીલ રમવામાં આવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટર પર લખ્યુ છે કે રંગ, ઉમંગ અને આનંદના તહેવાર હોળીની તમને સૌને ખૂબ ખૂબ શુભકામના, આ પર્વ બધા દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લઈને આવે.

PM મોદી હોળી મિલન સમારંભથી રહેશે દૂર

PM મોદી હોળી મિલન સમારંભથી રહેશે દૂર

જો કે કોરોના વાયરસના કારણે પીએમ મોદી આજે કોઈ પણ હોળી મિલન સમારંભમાં શામેલ નહિ થાય. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના ઘણા કેસ સામે આવ્યા છે ત્યારબાદ હવે દરેક જગ્યાએ એલર્ટ છે. માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કર્યુ હતુ કે તે આ વર્ષે કોઈ પણ હોળી મિલન સમારંભમાં ભાગ નહિ લે.

કોરોના વાયરસના કારણે હોળી થઈ ફીકી

કોરોના વાયરસ વિશે કરાયેલ ટ્વિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યુ, દુનિયાભરમાં એક્સપર્ટે સલાહ આપી છે કે ભીડવાળા વિસ્તારોમાં શામેલ થવાથી બચો જેથી કોરોના વાયરસની અસર ના ફેલાય. એવામાં આ વર્ષે કોઈ પણ હોળી મિલન સમારંભમાં ભાગ નહિ લઉ.

દેશમાં હોળીની ધૂમ

દેશમાં હોળીની ધૂમ

જો કે દેશમાં ઘણા શહેરોમાં ધામધૂમથી હોળી રમવામાં આવી રહી છે. જો કે હોળી માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે પરંતુ વ્રજમાં લોકો જોરદાર હોળી રમી રહ્યા છે. વળી, ઉજ્જૈનના મંદિરોમાં મહાકાલની અબીલથી પૂજા કરવામાં આવી છે. લોકો એકબીજાને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે અને ખુશીઓ મનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગાર વિનયે રચ્યો નવો પેંતરોઆ પણ વાંચોઃ ફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગાર વિનયે રચ્યો નવો પેંતરો

English summary
PM Narendra Modi wishes nation on the occasion of Holi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X