હોળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ, અમિત શાહે કહ્યુ - રંગ, ઉમંગ, એકતાનો પર્વ
હોળીના આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ રાજનેતાઓઓ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે.
નવી દિલ્લીઃ આજે દેશભરમાં હોળીનો મહાપર્વ મનાવવામાં આવી રહ્યો છે. હોળીના આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ રાજનેતાઓઓ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પ્રધાનમંત્રીએ હોળીના આ પર્વ પર ટ્વિટ કરીને દેશવાસીઓને શુભકામનાઓ આપી. પ્રધાનમંત્રીએ હોળીની શુભકામનાઓ આપીને લખ્યુ કે તમને સૌને હોળીની અઢળક શુભકામનાઓ. પીએમ મોદીએ કામના કરી કે આનંદ, ઉમંદ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દેશવાસીઓના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ આપી. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ કે સમગ્ર દેશવાસીઓને હોળીના આ પર્વની હાર્દિક શુભકામનાઓ. તેમણે લખ્યુ કે રંગ-ઉમંગ, એકતા અને સદભાવનાની આ હોળી દેશવાસીઓના જીવનમાં સુખ શાંતિ લાવે.
વળી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ આપી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને રંગોના આ તહેવારની હાર્દિક શુભકામનાઓ આપીને લોકોના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી. તમને જણાવી દઈએ કે દેશભરમાં હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જો કે કોરોના મહામારીના કારણે સરકાર તરફથી જાહેર ગાઈડલાઈન્સના કારણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
आप सभी को होली की ढेर सारी शुभकामनाएं। आनंद, उमंग, हर्ष और उल्लास का यह त्योहार हर किसी के जीवन में नए जोश और नई ऊर्जा का संचार करे।
— Narendra Modi (@narendramodi) March 29, 2021
समस्त देशवासियों को ‘होली’ के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) March 29, 2021
रंग-उमंग, एकता और सद्भावना का यह महापर्व आप सभी के जीवन में सुख, शांति और सौभाग्य लाए। pic.twitter.com/5ZAdWKjEJ3
होली पर... pic.twitter.com/BTOJKx2MpS
— Yogi Adityanath (@myogiadityanath) March 29, 2021












Click it and Unblock the Notifications
