For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને મજબૂત નેતાના રૂપમાં રજૂ કરવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે બુધવારે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને એક મજબૂત નેતાના રૂપમાં રજૂ કરવાના પ્રયત્નોની હવા કાઢવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે કોઇએ પણ એ સ્પષ્ટ કર્યા વિના મજબૂત નેતૃત્વની વાત ન કરવી જોઇએ કે તેનો ઉપયોગ કયા હેતું માટે કરવામાં આવશે. મનમોહન સિંહે અહીં કોંગ્રેસ સંસદીય દળની બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર પણ પરોક્ષ રીતે કટાક્ષ કરતાં કહ્યું હતું કે એવા વાયદાઓ ન કરવા જોઇએ જે સંભાવનાઓની હદની બહાર હોય.

વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલા ભારે પરાજય બાદ પોતાની પ્રથમ મોટી પ્રતિક્રિયામાં વડાપ્રધાને કહ્યું હતું કે 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીજનોને નિરાશ થવું ન જોઇએ. તેમને કહ્યું હતું કે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી જરૂરી નથી આ વાતના સંકેત હોય કે કેટલાક મહિનાઓ બાદ થનાર સામાન્ય ચૂંટણીમાં શું થશે. અમે એ વાતને ભૂતકાળની ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ. તેમને આ સંદર્ભમાં 2003ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો જ્યારે આરજેડીએ સારું પ્રદર્શન કર્યું હતું જ્યારે તેના કેટલાક મહિના બાદ યોજાયેલી લોકસભામાં યુપીએ સત્તામાં આવી હતી.

manmohan-modi

મનમોહન સિંહે કેટલાક અન્ય રાજકિય દળો પાસે ભિન્ન, ભવિષ્ય માટે અમારા કાર્યક્રમ ફક્ત તે વાયદા પર જ આધારિત ન હોવા જોઇએ જે સંભાવનાઓની હદથી બહાર હોય. અને ના તો આપણે એ વાતની ચર્ચા કર્યા વિના ફક્ત મજબૂત નેતૃત્વની વાત કરવી જોઇએ કે નેતૃત્વનો ઉપયોગ શા માટે કરવામાં આવે અને કઇ રીતે નિર્ણય કરવામાં આવશે.

English summary
Prime Minister Manmohan Singh on Wednesday sought to puncture BJP’s projection of Narendra Modi as a strong leader, saying no one should simply talk of firm leadership without specifying for what purpose it would be used for.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X