મનમોહન સિંહે ચીનના PMને કહ્યું, સરહદ પર શાંતિ વગર મજબૂત સંબંધો અશક્ય

ચીને તિબ્બતનો પ્રશ્ન ઉઠાવ્યો તો ભારતે સ્પષ્ટ કરી લીધું કે દલાઇ લામાં આધ્યાત્મિક નેતા છે અને તિબ્બતિયોને ભારતમાં રહીને રાજનીતિ કરવાની અનુમતિ નથી. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા થઇ.
બે મહિના પહેલા પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ પોતાની પહેલી વિદેશયાત્રા પર આવેલ 57 વર્ષિય લીએ મનમોહન સિંહને તેમના આધિકારીક રહેઠાણ પર મુલાકાત કરી. આ અવસરે બંને પક્ષોના સહયોગીઓ હાજર હતા. બંને નેતાઓની વચ્ચે થયેલી વાર્તામાં જટિલ સીમા વિવાદ, સીમા પાર કરનાર નદિયો તથા વ્યાપાર નુકસાન પર ચર્ચા થઇ.
બંને નેતાઓની વચ્ચે આ બેઠક ચીની સેના દ્વારા લદ્દાખની દેપસાંગ ઘાટીમાં 19 કિલોમીટર સુધી અંદર ઘુસ્યાના એક મહિના બાદ થઇ રહી છે. આ મુદ્દાનું સમાધાન બે અઠવાડિયા પહેલા જ થયું છે. બંને નેતાઓની બેઠકનો ભાર આ ગતિરોધ પર રહ્યો, જ્યારે મનમોહન સિંહે ચીન દ્વારા યથાસ્થિતિનું ઉલ્લંઘન કરવા પર ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ એ વાત પર જોર આપ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ કાયમ રાખવી સારા દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી છે. આ બિન્દુ પર લીએ સહમતિ દર્શાવી.












Click it and Unblock the Notifications
