વડાપ્રધાન અને સોનિયા ગુજરાત અને હિમાચલમાં પ્રચાર કરશે

આ સભામાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા આડકતરી રીતે પ્રહારો કર્યાં હતા. કોંગ્રેસ નેતાઓ દ્રારા એમ કહેવામાં આવે છે કે પાર્ટીના ચૂંટણી અભિયાનમાં નરેન્દ્ર મોદી દ્રારા ગામડાં અને અમુક વિસ્તારોની ઉપેક્ષા તેમજ અલ્પસંખ્યકોની સ્થિતી પર કેન્દ્રિત રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું જોર પર વધારે રહેશે અને હિમાચલ પ્રદેશમાં તેની અપેક્ષા થોડી ઓછી રહેશે.
હિમાચલ પ્રદેશનો ચૂંટણી અભિયાન ગુજરાતથી હટકે રહેશે. અહીંયા ગુજરાતની તુલનામાં રેલીઓ ઓછી યોજાશે. હિમાચલના ચૂંટણી અભિયાનમાં વિકાસ ઉણપનો મુદ્દો છવાયેલો રહેશે. ચૂંટણી અભિયાન દરમિયાન રાજ્યમાં પૂર્વ સરકારો દ્રારા કરવામાં આવેલા કાર્યો પાછળ કેન્દ્ર સરકારની ભૂમિકા અંગેની જાણકારી આપવામાં આવશે. બંને રાજ્યોમાં ચૂંટણી અભિયાન માટે કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
