For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી 26મીએ NDA નેતાઓને કરાવશે ડિનર, ઉદ્ધવ સાથે મુલાકાતની સંભાવના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના અવસર પર એનડીએ નેતાઓ અને સાંસદોને 26 ઓક્ટોબરના રોજ ડિનર પાર્ટી આપશે. એક રિપોર્ટ અનુસાર આ રાત્રિભોજન માટે એનડીએ નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. એ વાતની સંભાવના છે કે નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેની આ દરમિયાન મુલાકાત થઇ શકે છે. આ દિવાળી મિલન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર આયોજિત કરવામાં આવશે. આ રાત્રિભોજનમાં એનડીએના બધા સહયોગી પક્ષોના પ્રમુખો ભાગ લે તેવી આશા છે. તે પહેલાં ગત સોમવારે નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રિય મંત્રીઓ માટે આયોજિત ડિનરમાં સરકારમાં સામેલ શિવસેનાના એકમાત્ર મંત્રી અનંત ગીતેએ પણ હાજરી આપી હતી.

એમ માનવામાં આવે છે કે કેન્દ્રમાં સત્તા પર બિરાજમાન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત પહેલાં એવા કોઇ કાર્યક્રમમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ થઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેની આ દિલ્હી યાત્રા એટલા માટે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં બહુમતથી થોડી દૂર રહી ગયેલી ભાજપ સાથે શિવસેનાના સંબંધોમાં ફરીથી ગરમાહટ પેદા થઇ શકે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણીના મુદ્દે બંને પાર્ટીઓનો 25 વર્ષ જૂનું ગઠબંધન રાજ્યમાં તૂટી ગયું છે. રાજ્યમાં ગઠબંધન તૂટવા છતાં શિવસેના કેન્દ્રમાં એનડીએનું ઘટકદળ બનેલું છે.

narendramodi-on-victory

બીજી તરફ, મહારાષ્ટ્રના ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક આજે 25 ઓક્ટોબરના રોજ થશે. પહેલાં આ બેઠક ગત મંગળવારે થવાને હતી. માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં હવે મોટાભાઇની ભૂમિકામાં આવેલી ભાજપ સરકાર ગઠન માટે શિવસેનાની શરતો પર ઝુકવા માટે તૈયાર નથી. એનસીપી દ્વારા ભાજપને બહારથી સમર્થન આપવાની જાહેરાત કર્યા બાદ શિવસેના વધુ મોલભાવ કરવાની સ્થિતીમાં જોવા મળી રહી નથી. ભાજપની પાસે રાજ્યમાં અલ્પમતની સરકાર બનાવવાનો વિકલ્પ ખુલ્લો છે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ 122 સીટ જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી છે. પરંતુ બહુમતનો જાદૂઇ આંકડો પાર કરી શકી નથી. તો બીજી તરફ તેની જુની સહયોગી શિવસેના 63 સીટો લઇને રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.

English summary
Prime Minister Narendra Modi will host dinner party for NDA leaders on October 26, sources said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X