For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMOના ટ્વીટર હેન્ડલ પર બબાલ; ભાજપે ગણાવ્યું ગેરકાયદેસર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે : ભારતના વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા એક નવું ટ્વીટર એકાઉન્ટ શરૂ કરવા અંગે વિવાદ ઉભો થયો છે. પીએમઓનું પહેલાથી જ એક ટ્વીટર એકાઉન્ટ છે. આવી સ્થિતિમાં એક નવું એકાઉન્ટ શરૂ કરવા અંગે ભાજપે વિરોધ દર્શાવ્યો છે અને તેને ગેરકાયદેસર ગણાવ્યું છે.

વાસ્તવમાં આ વિવાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સંભાળે તે પહેલા જ ઉભો થયો છે. ભાજપે પીએમઓના પગલાને ગેરકાયદેસર અને શરમજનક ગણાવ્યા છે.

વાસ્તવમાં પીએમઓના ટ્વીટર એકાઉન્ટનું એડ્રેસ 'એટપીએમઓઇન્ડિયા'થી બદલીને 'એટપીએમઓઇન્ડિયાઆર્કાઇવ્ઝ' કરી દેવામાં આવ્યું છે. જેના કારણે 'એટપીએમઓઇન્ડિયા' પર નાખવામાં આવેલી સમગ્ર સામગ્રી અને 12.4 લાખ ફોલોઅર્સ સ્વયં 'એટપીએમઓઇન્ડિયાઆર્કાઇવ્ઝ'માં આવી ગયા છે.

ભાજપે જણાવ્યું છે કે મૂળભૂત રીતે ટ્વીટર એકાઉન્ટ એક રાષ્ટ્રીય ડિજિટલ સંપત્તિ છે. તે મનમોહન સિંહનું એકાઉન્ટ નથી. આવી સ્થિતિમાં તે એકાઉન્ટને નવી સરકારને સોંપી દેવું જોઇતું હતું.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર પંકજ પચૌરીએ આ પગલાં અંગે જણાવ્યું છે કે 'અમારા તમામ સત્તાવાર સંવાદ અને સૂચના અને માહિતી પ્રસારણ કાયદા' હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેના કોપીરાઇટ અને નિયંત્રણ મંત્રાલયની પાસે જ છે. તે કાર્યાલયનું એકાઉન્ટ છે. તેને કાર્યાલય જ સંચાલિત કરે છે.

આ અંગે પાર્ટીના પ્રવક્તા મીનાક્ષી લેખીએ પત્રકારોને જણાવ્યું કે ''એટપીએમઓઇન્ડિયા'' વાળું એકાઉન્ટ એક રાષ્ટ્રીય ડિજિટલ સંપત્તિ છે. વર્તમાન ટીમ જે રીતે 'એટપીએમઓઇન્ડિયા' એકાઉન્ટને સંચાલિત કરી રહી છે તે શરમજનક, અનૈતિક અને ગેરકાયદેસર છે.'

English summary
The PMO Tuesday changed its Twitter handle, six days before BJP leader Narendra Modi takes oath as the next prime minister, provoking the BJP to term it "disgraceful, unethical and illegal."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X