For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજળી સંકટને લઈને અમિત શાહ બાદ આજે પીએમઓ કરશે કોલસાની સ્થિતિની સમીક્ષા

પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) વિજળીના સંકટની સંભાવના પર એક સમીક્ષા બેઠક આયોજિત કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અન્ય દેશો સાથે ભારત પણ હાલમાં કોલસા સંકટ સામે લડી રહ્યુ છે જેના કારણે વિજળી પૂરવઠા પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) વિજળીના સંકટની સંભાવના પર એક સમીક્ષા બેઠક આયોજિત કરી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે આ સંકટ પર ચર્ચા કરવા માટે વિજળી મંત્રી આરકે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે કોલસા અને વિજ મંત્રાલયોના પ્રભારી સાથે બેઠક કરી. જ્યારે કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ છે કે, 'વિજળી પૂરવઠામાં વિક્ષેપનુ કોઈ જોખમ નથી.'

pm modi

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ શું કહ્યુ?

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે સોમવારે બીએસઈએસ અધિકારીઓ, એનટીપીસી અને વિજ મંત્રાલય સાથે એક બેઠકની અધ્યક્ષતા કરી અને પુષ્ટિ કરી કે આપૂર્તિ અને માંગ ચેનલો સાથે સંબંધિત કોઈ સમસ્યા નથી જે વિજળી સંકટ પેદા કરી શકે છે.

દિલ્લી અને પંજાબ સીએમે પીએમને લખ્યો પત્ર

તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યોએ કોલસાની કમીના કારણે બ્લેકઆઉટ પર તત્કાલ ચિંતા વ્યક્ત કરી છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના ચરણજીત ચન્ની સહિત ઘણા મુખ્યમંત્રીઓએ કેન્દ્રને આ અંગે એક પત્ર લખ્યો છે કારણકે વિજળીની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે અને રાજ્યોને કોલસાની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદીના હસ્તક્ષેપનો આગ્રહ કર્યો છે.

કોલસાની કમીના કારણે સંકટ પેદા થઈ શકે છે

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આંકડા મુજબ દેશ થર્મલ પ્લાન્ટોમાં કોલસાના ભંડારની અભૂતપૂર્વ કમીનો સામનો કરી રહ્યુ છે જેનાથી વિજળીનુ સંકટ પેદા થઈ શકે છે. 5 ઓક્ટોબરે વિજળી ઉત્પાદન માટે કોલસાનો ઉપયોગ કરનાર 135 હીટ પ્લાન્ટ્સમાંથી 106 કે લગભગ 80 ટકા અથવા તો ક્રિટિકલ કે સુપરક્રિટિકલ તબક્કામાં હતા, એટલે કે તેમની પાસે આગલા 6-7 દિવસ માટે જ સ્ટૉક હતો.

જાણો શું છે કારણ

કેન્દ્રએ ઘણા કારણોનો હવાલો આપ્યો છે જેના કારણે હાલમાં કોલસાની કમી થઈ છેઃ કોવિડ-19ની બીજી લહેરમાં માંગમાં વધારો થયો, અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ, કે જે કોલસાની અવરજવરને પ્રભાવિત કરે છે. આયોજિત કોલસાની કિંમતોમાં વધારાના કારણે આ પ્રકારની આપૂર્તિ પર નિર્ભર પ્લાન્ટમાં ઉત્પાદન ઘટી ગયુ.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમા વિજળીનુ સંકટ ન થયા એ માટે કેન્દ્ર સરકારે એનટીપીસી અને ડીવીસીને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે એનટીપીસી અને ડીવીસીએ વિજળી વિતરણ કંપનીઓને પીપીએ હેઠળ વધુને વધુ વિજળીની આપૂર્તિ કરવા માટે કહ્યુ છે.

English summary
PMO will review coal situation today, Amit Shah did meeting fear on power crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X