મેહુલ ચોક્સીએ કહ્યું, મને બલીનો બકરો બનાવ્યો

પંજાબ નેશનલ બેંક ઘોટાળાનાં આરોપી મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રત્યનો ચાલુ છે. ત્યાં જ મેહુલ ચોક્સીએ પોતાને રાજનીતિનો શિકાર ગણાવ્યો છે.

પંજાબ નેશનલ બેંક ઘોટાળાનાં આરોપી મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રત્યનો ચાલુ છે. ત્યાં જ મેહુલ ચોક્સીએ પોતાને રાજનીતિનો શિકાર ગણાવ્યો છે. પીએનબી ઘોટાળામાં ફરાર થયેલા આરોપી મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક સરળ શિકાર છે કારણકે ભારત સરકાર માટે ઘોટાળા મામલે બીજા આરોપીઓને યુકે જેવા દેશથી પાછા લાવવું અસંભવ લાગી રહ્યું છે.

ગરબડી માટે બેંક પણ બરાબર જવાબદાર

ગરબડી માટે બેંક પણ બરાબર જવાબદાર

એન્ટીગુઆમાં સંતાયેલા મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને વિશ્વાસ હતો કે અહીંની સરકાર પોતાના નાગરિકોનું રક્ષણ કરે છે. મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની ગરબડી માટે બેંક પણ બરાબર જવાબદાર છે. મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘોટાળા વિશે વાત કરવામાં આવે તો તેને પુરી જાણકારી નથી કારણકે તેના અધિકારીઓ જ આવા મામલા જોતા હતા.

મારી સંપત્તિ લઈને જેને આપવા માંગે તેને આપી શકે છે

મારી સંપત્તિ લઈને જેને આપવા માંગે તેને આપી શકે છે

મેહુલ ચોક્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએનબી સાથે તેનો બે દશકા જૂનો સંબંધ છે. તેને જણાવ્યું કે તેની બધી જ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે હવે તેની પાસે આપવા માટે કઈ પણ નથી બચ્યું. તેઓ મારી સંપત્તિ લઈને જેને આપવા માંગે તેને આપી શકે છે કારણકે હું એવી કોઈ જ હાલતમાં નથી કે સેટલમેન્ટ વિશે વાત કરું.

રેડ કોર્નર નોટિસ

રેડ કોર્નર નોટિસ

આ પહેલા સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ ખુબ જ આયોજનપૂર્વક ભારતથી બહાર ભાગવાનો નિર્ણય કર્યો હતો. જેથી તેમનું પાછું આવવું ખુબ જ મુશ્કિલ બની ગયું છે. હાલમાં સીબીઆઈ ઘ્વારા ઇન્ટરપૉલને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરે. મેહુલ ચોક્સી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના વિરુદ્ધ આરોપો રાજનીતિથી પ્રેરિત છે, જેનો સીબીઆઈ ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X