ભારતમાં જલ્દી થશે પીઓકેનુ વિલય, તિરંગા રેલીમાં વીકે સિંહનો દાવો
મુસ્લિમ રાષ્ટ્રીય મંચે રાજધાની દિલ્હીમાં રવિવારે PoK માટે ત્રિરંગા રેલીનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે પણ ભાગ લીધો હતો. તેમણે દાવો કર્યો કે તે દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ફરી ભારતમાં ભળી જશે.
વીકે સિંહે કહ્યું કે એ મહત્વનું છે કે આપણે સમજીએ કે PoK આપણી જમીન હતી, આપણી જ રહેશે અને તેના પર અન્ય કોઈ કબજો નહીં કરી શકે. જો અંગ્રેજોએ કાવતરું ન રચ્યું હોત તો પાકિસ્તાન ક્યારેય તે જમીન પર કબજો કરી શક્યું ન હોત.

તેમણે વધુમાં કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ત્યાંના લોકોમાં આ ઈચ્છા જાગી જશે અને તેઓ પોતે પાકિસ્તાન છોડીને ભારતમાં જોડાઈ જશે. PoK માટે ત્રિરંગા રેલી લાલ કિલ્લાથી શરૂ થઈ હતી. જે અંતર્ગત દેશભરમાં આવા 100થી વધુ આંદોલનો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે પણ ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે તત્કાલિન સરકાર અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ભૂલોને કારણે પાકિસ્તાને પીઓકે પર કબજો કર્યો હતો. આરએસએસ નેતાના કહેવા પ્રમાણે, આજનું પીઓકે વિભાજન સમયે ભારતમાં હતું. તે સમયે કોંગ્રેસ સરકાર અને પંડિત નેહરુ અંગ્રેજોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હતા. જેના કારણે પાકિસ્તાને પીઓકે પર કબજો જમાવ્યો હતો.
આ પહેલા પણ ઘણી વખત આરએસએસના નેતાઓ પંડિત નેહરુ અને કોંગ્રેસને પીઓકે પર પાકિસ્તાનના કબજા માટે જવાબદાર ગણાવી ચૂક્યા છે. તાજેતરમાં જ વીકે સિંહે રાજસ્થાનના દૌસાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન પણ તેમણે આવું જ નિવેદન આપ્યું હતું. વાસ્તવમાં, તેમને પીઓકેના શિયા મુસ્લિમોની 'ભારતના રસ્તાઓ ખોલવા'ની માંગ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પર સિંહે કહ્યું, થોડી રાહ જુઓ, ટૂંક સમયમાં જ PoK ભારતમાં ભેળવી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
