Viral Video: 4 સીટર ઑટોમાં 19 મુસાફરો, ચેકિંગમાં પોલીસે પકડ્યા અને ત્યાર પછી જે થયું....?
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે યુપીના ઝાંસીમાંથી એક વિચિત્ર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને બધા આશ્ચર્યમાં મૂકી ગયા છે અને લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે.
હકિક્તમાં વીડિયોમાં એવુ છે કે, એક ઓટોને પોલીસ રોકો છે અને આ ઓટોમાં બેઠેલા મુસાફરોને જોઈન પોલીસ પણ ચોંકી જાય છે. પોલીસે ઓટો રોકી અને તેમાં બેઠેલા મુસાફરોની ગણતરી શરૂ કરી, ત્યારે બધા મૂંઝવણમાં મુકાઈ ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે

વાયરલ વીડિયો શનિવાર એટલે કે,15 ફેબ્રુઆરીનો હોવાનું કહેવાય છે. જ્યારે ઉત્તર પ્રદેશના ઝાંસીના બરુઆસાગર પોલીસ સ્ટેશને ચેકિંગ દરમિયાન આ ઓટોને રોકી અને તેમાં બેઠેલા મુસાફરોને બહાર નીકળવાનું કહ્યું, જ્યારે ઓટોમાંથી મુસાફરો બહાર નીકળ્યા ત્યારે હાજર પોલીસ પણ ચોંકી ગઈ.
જ્યારે એક બાદ એક મુસાફરો ઓટોમાંથી બહાર નીકળ્યા અને પોલીસે મુસાફરોની ગણતરી શરૂ કરી ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. 4 સીટર ઓટોમાં 5-10 નહીં પણ 19 મુસાફરો હતા. જે બાદ પોલીસ ઓટોને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ઓટો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
#झांसी से एक हैरान कर देने वाला मामला सामने आया है -
— Rohit Nandan Mishra (@RohitNandanMis3) February 17, 2025
दरअसल झांसी में एक ड्राइवर ने 5 सीटर ऑटो में 19 सवारियों को बैठाए दिखा
पुलिस ने जब ऑटो रिक्शा को रोका और सवारियों को नीचे उतार कर गिनती की तो वो भी पूरी फ़ौज देखकर हैरान रह गई. #Jhansi pic.twitter.com/HmZD0ltTFH
આ ઘટના અંગે માહિતી આપતાં ઝાંસી પોલીસે જણાવ્યું હતું કે, 15 ફેબ્રૂઆરી,2025ના રોજ રાત્રે બરુસાગર પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ દરમિયાન 19 મુસાફરોને લઈ જતી 01 ઓટો પકડાઈ હતી, આ સંદર્ભમાં ઓટો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવી ગયો. લોકોએ વીડિયો પર વિચિત્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, 'આ ઓટો છે કે સેનાનું બખ્તરબંધ વાહન?'
જ્યારે બીજા યુઝરે લખ્યું, 'ઝાંસીને સન્માન મળવું જોઈએ', તો બીજા યુઝરે લખ્યું, 'ઓટો ડ્રાઈવરે ભારતીય રેલ્વેને પાછળ છોડી દીધી', જ્યારે આ વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, 'આ ઓટો છે કે જાદુગરનું ડબ્બો'












Click it and Unblock the Notifications
