બેંગ્લુરુ છેડછાડ મામલે 4 લોકોની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

31 ડિસેમ્બરની રાતે બેંગ્લોરમાં એક યુવતી સાથે 2 બાઇક સવારોએ અભદ્ર વર્તન કર્યું હતું, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે એફઆઇઆર નોંધી હતી. બેગ્લુરુ પોલીસે આ મામલે એક દિવસ પહેલાં જ 7 લોકોની પુછપરછ કરી હતી, જેમાંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

bengaluru molestation

31 ડિસેમ્બરની રાતે આ લોકોએ એક મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. સૂત્રોને આધારે પોલીસને જાણકારી મળી છે કે મુખ્ય હુમલાખોર કોણ છે. મુખ્ય હુમલાખોરનું નામ લીનો કહેવામાં આવ્યું છે, જે ત્યાંનો જ સ્થાનિક રહેવાસી છે. આ હુમલાખોર ઘણા સમયથી એ યુવતીનો પીછો કરતો હતો.

ધરપકડ કરવામાં આવેલ આ લીનો બી.કોમનો સ્ટૂડન્ટ હતો. આ સિવાય જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ અયપ્પા, રાજૂ અને ચિન્નૂ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અયપ્પા સ્કૂટર પર લીનોની રાહ જોતો હતો, જ્યારે લીનોએ 2.45 વાગે રસ્તા પર યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા. રાજૂ અને ચિન્નૂ એ જ ગ્રૂપના મેમ્બર છે, જેઓ પીડિતા યુવતીનો પીછો કરી રહ્યા હતા. આ તમામ આરોપીઓ પૂર્વ બેંગ્લુરુના રહેવાસી છે. આમાંથી એક કૂરિયર બોય છે, જ્યારે અન્ય એક કોઇ હોટલમાં કામ કરે છે.

અહીં વાંચો - બેંગ્લોર છેડછાડ મામલે સીસીટીવી તપાસમાં હાથ લાગ્યો વીડિયો

પીડિતા યુવતી ઉત્તર-પૂર્વ બેંગ્લુરુની રહેવાસી છે અને એક વિદ્યાર્થી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત યુવતીએ પોતાનું નિવેદન નોંધાવી દીધું છે, પરંતુ તેણે એ છોકરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નથી નોંધાવી. યુવતી સાથે છેડખાની થઇ હોવાની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, આ કેમેરો પાસેના જ એક ઘરમાં લાગેલો હતો. પોલીસે જણાવ્યું છે કે, આ મામલે હજુ વધારે લોકોની ધરપકડ થાય એવી સંભાવના છે.

English summary
Police arrested four people in Bengaluru molestation case.
Please Wait while comments are loading...