બેંગ્લોર છેડછાડ મામલે સીસીટીવી તપાસમાં હાથ લાગ્યો વીડિયો

Written By:
Subscribe to Oneindia News

ક્યારેક મહિલાઓ માટે પરફેક્ટ પ્લેસ કહેવાતા બેંગ્લોર શહેરમાં છેલ્લા 6-7 મહિનાઓમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ થઇ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. તેમાં પણ ખાસ કરીને ત્રણ દિવસ પહેલાં નવા વર્ષની ઉજવણી દરમિયાનની જે એમુક ઘટનાઓ સામે આવી છે, તે વધુ શરમજનક છે. નવા વર્ષની ઉજવણી બાદ રસ્તાઓ પર નશામાં રાચતા ઘણા ઉપદ્રવી જીવોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાની ઘટનાઓ સામે આવી છે. શરૂઆતમાં આ મામલે નિષ્ક્રિય જણાતી પોલીસના હાથમાં હવે આ ઘટનાના કેટલાક પાક્કા પુરાવાઓ આવ્યા છે, જેને આધારે પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરી છે.

bangalore

હાથ લાગ્યો આ શરમજનક વીડિયો
પોલીસનું કહેવું છે કે તેમણે એમજી રોડ પર લાગેલાં 45 સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરતાં એક એવો વીડિયો હાથ લાગ્યો છે, જેના દ્વારા આ આખી શરમજનક ઘટનાની હકીકત બહાર આવી છે. આ વીડિયોમાં સાફ દેખાઇ રહ્યું છે કે, રહેઠાણ વિસ્તારમાં રાતે રસ્તા પર એકલી જતી યુવતીને કઇ રીતે બે છોકરાઓએ હેરાન કરી હતી. આ યુવતી પોતાના ઘરથી થોડે જ દૂર હતી, ત્યાર આ ઘટના બની હતી. બે છોકરાઓએ સ્કૂટર પર તેનો પીછો કર્યો હતો અને તક મળતાં તેની આગળ સ્કૂટર ઊભું રાખી એક છોકરાએ તેની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો અને ત્યાર બાદ યુવતીને રસ્તા પર ફેંકીને ભાગી છૂટ્યા હતા. પૂર્વ બેંગ્લોરના કમ્મનહલ્લી રોડ પર સ્થિત મકાનના સીસીટીવી કેમેરમાં આ સમગ્ર ઘટના કેદ થઇ છે, જેની ફૂટેજ ઘર માલિક દ્વારા પોલીસ અને મીડિયાને મોકલવામાં આવી છે.

તમાશો જોતાં રહ્યા, પણ મદદ ન કરી
અફસોસની વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે થોડે જ આગળ ઊભેલા લોકોમાંથી કોઇ એ યુવતીની મદદે ન આવ્યું. આ વીડિયોએ બેંગ્લોર જેવા શહેરની સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકી દીધો છે.

છેડછાડની એક નહીં, અનેક ઘટનાઓ બની હતી
નેંધનીય છે કે, 31 ડિસેમ્બરની રાત્રે બેંગ્લોર શહેરના મુખ્ય વિસ્તારોમાં ભીડનો લાભ ઉઠાવીને અનેક મહિલાઓ અને યુવતીઓ સાથે છેડખાની કરવામાં આવી હતી, મહિલાઓને ખોટી રીતે અડવાના પ્રયાસો થયા હતા તથા ખરાબ ટિપ્પણી પણ કરવામાં આવી હતી.

English summary
In horrifying video footage, two men on a scooter are seen blocking a woman's path on a street in Bengaluru, getting off and then groping her before escaping just hours into the New Year.
Please Wait while comments are loading...