બેંગ્લોરમાં મહિલાઓની છેડછાડના મામલે પાકા પુરાવા મળતાં કેસ દાખલ

Written By:
Subscribe to Oneindia News

ન્યૂ યરની સાંજે જ્યાં એક તરફ લોકો નવા વર્ષને આવકારવામાં વ્યસ્ત હતા, ત્યાં બીજી બાજુ બેંગ્લોરમાં અનેક મહિલાઓ માટે આ રાત ડરામણી સાંજ સમી રહી. બેંગ્લોરના રસ્તાઓ પર કેટલાક ઉપદ્રવી જીવો કાયદાકીય વ્યવસ્થાની ઠેકડી ઉડાડતાં જોવા મળ્યાં. ક્યાંક રસ્તાઓ પર નશામાં ધુત્ત લોકોની ભીડ હતી, તો ઘણા લોકો નશામાં નિરંકુશ ગાડી હાંકતા દેખાયા હતા.

નશામાં ગાડી ચલાવવાના મામલે પોલીસે લગભગ 500 જેટલા લોકોની ધરપકડ કરી હતી, પરંતુ રોડ પર પરિસ્થિતિ વધુ ખરાબ હતી. ખાસ કરીને બ્રિગેડ રોડ અને એમજી રોડ પર પરિસ્થિતિ કાબૂ બહાર જોવા મળી હતી. આખા શહેરમાં ઘણી મહિલાઓને નશામાં ધુત્ત લોકોને કારણે હેરાન થવું પડ્યું હતું.

bangalore

ન્યૂ યરની સાંજ બાદ ઘણી મહિલાઓએ તેમને છેડવા, ગંદી ટિપ્પણીઓ કરવા, તેમનો પીછો કરવા માટે તથા નશામાં ધુત્ત લોકો દ્વારા ભગાવવામાં આવી હોવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર પોલીસે આ ભીડને શાંત પાડવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ આ ઉપદ્રવી જીવોની સંખ્યા ઘણી વધારે હોવાથી પોલીસ બધે પહોંચી વળી શકે એમ નહોતી.

અહીં વાંચો - બેંગ્લુરુ છેડછાડ મામલો: કોઇએ આપ્યો સાથ તો કોઇએ કર્યો વિવાદ!

હવે પોલીસને મહિલાઓની છેડછાડના મામલે પાક્કા પુરાવા મળતાં પોલીસે કેસ દાખલ કર્યા છે. પોલીસનો દાવો છે કે તેમની પાસે આ ઘટનાના વિશ્વસનીય પુરાવાઓ છે. આ ઘટના બાદ પોલીસ આ અંગે બરાબર એક્શન ન લેતી હોવાના સવાલોના જવાબમાં બેંગ્લોરના પોલીસ કમિશ્નર પ્રવીણ સૂદે એક પછી એક અનેક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તેમની ટીમ શાંતિપૂર્વક કામ કરી રહી છે. તેમણે લખ્યું છે કે, અમને પુરતા પુરાવા મળી ગયાં છે. અમારી પાસે વિશ્વસનીય પુરાવાઓ છે કે નવા વર્ષની સાંજે ઘણી મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો, તેમની છેડતી કરવામાં આવી અને મહિલાઓને લૂંટવાના પ્રયાસો પણ થયા હતા.

bangalore new year eve

ફોટો કર્ટસિ-બેંગ્લોર મિરર

45 કેમેરાની ફીડમાંથી મળ્યા પુરાવા

કમિશ્નરે કહ્યું કે, અમે આ મામલે એફઆઇઆર નોંધી લીધી છે, તપાસ ચાલુ છે. પોલીસ કામ કરી રહી છે, પરંતુ શાંતિપૂર્વક. આ મામલે તપાસની જવાબદારી ડીસીપી રેન્કના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસે એમજી રોડ પર બનેલા બનાવોનો ઘટનાક્રમ 45 કેમેરાની ફીડ પર જોયો છે અને બધાનો ઓરિજીનલ વીડિયો પોલીસ પાસે છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, મહિલાઓ સાથે છેડખાની કરવામાં આવી હતી, તેમને ખોટી રીતે અડવાના પ્રયાસો થતા હતા અને સાથે ગંદી ટિપ્પણી પણ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ બેંગ્લોરના પોશ વિસ્તારમાં બની હતી, જ્યાં 1500 પોલીસ કર્મચારીઓ ખડેપગે હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

'કોઇ વિલંબ વિના પગલાં લેવામાં આવશે'
આ ઘટના સામે આવ્યા બાદ શરૂઆતમાં પોલીસે કહ્યું હતું કે, કોઇ પીડિત સામે આવ્યા નથી અને ના તો કોઇએ ફરિયાદ નોંધાવી છે. કમિશ્નર પ્રવીણ સૂદે 2 જાન્યૂઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે, જો કોઇ પણ મહિલા 31 ડિસેમ્બરની રાતે થયેલી છેડછાડ કે અન્ય કોઇ ઘટનાની ફરિયાદ નોંધાવવા આવશે તો, પોલીસ એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના કેસ નોંધશે.' સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કોઇ ફરિયાદ વગર પણ જો પોલીસને છેડછાડ અંગેના કોઇ પુરાવા મળશે તો એ મામલે કેસ દાખલ કરવામાં આવશે. નોંધનીય છે કે પ્રવીણ સૂદે 1 જાન્યૂઆરીના રોજ જ કમિશ્નર પદનો કારભાર હાથમાં લીધો છે. આ પહેલાં એમએસ મેઘારિખ આ પદ સંભાળતા હતા.

English summary
Police finds evidence in Bangalore molestation case registers FIR.
Please Wait while comments are loading...