બેંગ્લુરુ છેડછાડ મામલો: કોઇએ આપ્યો સાથ તો કોઇએ કર્યો વિવાદ!

Written By:
Subscribe to Oneindia News

31 ડિસેમ્બરની રાતે બેંગ્લોરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડખાની થયા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. બેંગ્લોરના પોશ વિસ્તારોમાંના એક એમજી રોડ અને બ્રિગેડ રોડ બનેલી આ શરમજનક ઘટનાઓ સામે આવ્યા બાદ, આ અંગે નેતાઓએ કરેલાં નિવેદનો એનાથી પણ વધુ શરમજનક છે. એક તરફ જ્યાં દેશમાં મહિલાઓની સુરક્ષાને પાકી કરવાના વાયદાઓ કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ સપા નેતા અબુ આઝમી અને કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરાએ આ ઘટના અંગે ઘણા વિવાવાસ્પદ નિવેદનો આપ્યાં છે. દેશમાં માનવાચક અને મહત્વના હોદ્દાએ બેઠેલા નેતાઓ દ્વારા આ ઘટનામાં મહિલાઓને દોષ આપવામાં આવ્યો છે.

બીજી બાજુ ફિલ્મ અભિનેતા આમિર ખાન તથા સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાને આ ઘટનાને શરમજનક કહી વખોડી કાઢી છે. સવાલ એ છે કે, જો દેશમાં મહત્વના હોદ્દાઓ પર બેઠેલા નેતાઓ જ આ ઘટનાની ઊંડી તપાસ કરાવવાની જગ્યાએ મહિલાઓને દોષ આપીને બેસી જશે તો આવી ઘટનાઓ પર રોક કઇ રીતે લાગશે?

મહિલાઓનો પશ્ચિમી પહેરવેશ જવાબદાર-જી.પરમેશ્વરા

મહિલાઓનો પશ્ચિમી પહેરવેશ જવાબદાર-જી.પરમેશ્વરા

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં નવા વર્ષની સાંજે બનેલી ઘટનાઓ અંગે કર્ણાટકના ગૃહમંત્રીએ ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રી જી.પરમેશ્વરાએ એક પ્રાઇવેટ ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આજકાલના યુવાઓ પશ્ચિમી સભ્યતાથી ખૂબ પ્રભાવિત થાય છે. તેઓ માત્ર પશ્ચિમી સભ્યાતાની જ નહીં, પરંતુ ત્યાંના પહેરવેશની પણ નકલ કરે છે. ખાસ કરીને મહિલાઓ જે રીતે પશ્ચિમી સભ્યતાના પહેરવેશને અપનાવી રહી છે, તેને કારણે જ તેમને મુસીબતોનો સામનો કરવાનો વારો આવે છે. નવા વર્ષની સાંજે કેટલીક મહિલાઓ સાથે છેડખાનીની ઘટનાઓ બની, તમને ખબર જ છે કે આવી ઘટનાઓ કેમ થાય છે.

પેટ્રોલ હોય તો જ આગ લાગે-અબુ આઝમી

પેટ્રોલ હોય તો જ આગ લાગે-અબુ આઝમી

મહારાષ્ટ્રની સમાજવાદી પાર્ટીના વિધાયક અબુ આઝમીએ પણ આ ઘટના અંગે કંઇક આવું જ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'જો કોઇ છોકરી પોતાના પતિ કે ભાઇ વગર એકલી મોડી રાતે ક્લબમાં નવા વર્ષની ઉજવણી કરવા જતી હોય તો એ યોગ્ય કઇ રીતે કહી શકાય? આવી પરિસ્થિતિમાં તેની સુરક્ષા જોખમમાં મુકાવાની જ. કોઇ અજાણ્યા પુરૂષ સાથે નવા વર્ષની ઉજવણી કરવી યોગ્ય કહેવાય નહીં.' પીડિત યુવતીઓ સાથે સહાનુભૂતિ રાખવાની વાતને પણ તેમણે નકારી હતી, તેમણે કહ્યું હતું કે, આજના મોડર્ન જમાનામાં મહિલાઓ જેટલી નગ્ન દેખાય છે એને એટલી જ વધુ ફેશનેબલ માનવામાં આવે છે. મારી બહેન કે દિકરી મોડી રાતે એકલી કોઇ પરપુરૂષ સાથે પાર્ટી કરે તો શું એ યોગ્ય છે? જ્યાં પેટ્રોલ હશે ત્યાં આગ લાગવાની જ છે. મારી વાત સાચી છે અને ઘણા લોકો આ વાતથી નારાજ થશે, પરંતુ એનાથી મને કોઇ ફરક નથી પડતો.

આવી ઘટનાઓ શરમજનક-આમિર ખાન

આવી ઘટનાઓ શરમજનક-આમિર ખાન

એક તરફ જવાબદાર હોદ્દાએ બેઠેલા કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરા અને સપાના નેતા અબુ આઝમીએ આ ઘટનાઓના દોષનો કોથળો મહિલાઓને માથે નાંખ્યો, તો બીજી તરફ આમિર ખાન જેવા અભિનેતાએ આ આખી ઘટનાને શરમજનક કહી વખોડી કાઢી છે. આમિર ખાને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 'આવી ઘટનાઓ સામે આવે ત્યારે ખરેખર દુઃખ થાય છે અને શરમની લાગણી અનુભવાય છે. આવા મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવું જોઇએ. જેમ જેમ કાયદાકીય વ્યવસ્થા મજબૂત બનતી જશે, તેમ તેમ ન્યાયપાલિકા પણ મજબૂત બનશે અને વધુ ઝડપથી કામ કરશે અને તો જ પરિવર્તન આવશે.'

સલીમ ખાને પણ કરી નરેન્દ્ર મોદીને અપીલ

સલીમ ખાને પણ કરી નરેન્દ્ર મોદીને અપીલ

આમિર ખાન બાદ બોલિવૂડના સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાને પણ આ ઘટના અંગે નિવેદન કર્યું છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના અંગે વધુ કડક પગલા લેવાની યાચના કરી છે. સલીમ ખાને ટ્વીટર પર આ અંગે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, 'બેંગ્લોરમાં યુવાઓ દ્વારા જે હરકત કરવામાં આવી છે તે શરમજનક છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. ક્યારેક અમે પણ યુવાન હતા, પરંતુ અમારા સમયમાં આવું ક્યારેય બન્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા યુવાઓની શક્તિની વાત કરે છે. મારી તેમને નમ્ર વિનંતી છે કે યુવાઓની શક્તિનો યોગ્ય દિશા આપવા માટે આ મામલે કડક પગલાં લે.' જો કે, આ સલીમ ખાનનું ઓફિયલ ટ્વીટર એકાઉન્ટ છે કે કેમ એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

કર્ણાટક રાજ્ય મહિલા આયોગ

કર્ણાટક રાજ્ય મહિલા આયોગ

આ સમગ્ર ઘટનાને કર્ણાટક રાજ્યા મહિલા આયોગે ખૂબ ગંભીરતાથી લીધી છે. તેમણે પોલીસ પાસે આ મામલે કેટલી કામગીરી કરવામાં આવી તેનો રિપોર્ટ માંગ્યો હતો અને સાથે જ અબુ આઝમી તથા ગૃહમંત્રી જી.પરમેશ્વરાના નિવેદનો પ્રત્યે પણ કડક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ લલિતા કુમારમંગલમે આ અંગે જણાવ્યું છે કે, આ બંન્ને નેતાઓના નામે આયોગ દ્વારા સમન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો સાવ વાહિયાત વાતો કરી રહ્યાં છે. જવાબદાર પદો પર બેઠેલા લોકો આવા નિવેદન આપે તે ખૂબ શરમજનક બાબત છે.

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરની આ ઘટનાઓ બાદ પોલીસતંત્ર પણ બિલકુલ નિષ્ક્રિય જોવા મળ્યું હતું, પરંતુ કર્ણાટક રાજ્ય મહિલા આયોગ દ્વારા આ કેસની રિપોર્ટ માંગવામાં આવતા હવે પોલીસ સક્રિય થઇ છે તથા રોડ પર લાગેલા સીસીટીવી કેમેરા ફુટેજને આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે.

English summary
Some of politicians have made shameful statements regarding the case of Bangalore molestation.
Please Wait while comments are loading...