કુંભમાં બાબાઓ માટે ચરસ પહોંચાડવામાં આવી રહી છે, ત્રણની ધરપકડ
પ્રયાગરાજ કુંભ મેળામાં બાબાઓ માટે ઉત્તરાખંડથી ચરસ મંગાવવામાં આવી રહી છે. પોલીસે પ્રયાગરાજ લઇ જતી ચરસના મામલે ખુલાસો કર્યો છે.
પ્રયાગરાજ કુંભ મેળામાં બાબાઓ માટે ઉત્તરાખંડથી ચરસ મંગાવવામાં આવી રહી છે. પોલીસે પ્રયાગરાજ લઇ જતી ચરસના મામલે ખુલાસો કર્યો છે. પોલીસે કારમાં સવાર ત્રણે લોકોને 6 કિલો ચરસ સાથે પકડ્યા છે. પૂછપરછમાં આરોપીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ચરસ પ્રયાગરાજથી કુંભ બાબાઓ માટે લઇ જવામાં આવી હતી.

પિથોરાગઢની એસ્કોર્ટ પોલીસ અને એન્ટી ડ્રગ ટાસ્ક ફોર્સે લગભગ 6 કિલો ચરસ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણે આરોપીઓ ચરસને પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધકુંભમાં લઇ જઈ રહ્યા હતા. પરંતુ પોલીસે ત્રણે લોકોને ચરસ સાથે ઓગળા બેરીયર પાસે જ પકડી લીધા. ત્રણે આરોપીઓ એક સેન્ટ્રો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે કારને પણ પોતાના કબ્જામાં લઇ લીધી.
એસપી રાજગુરુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચરસ સાથે પકડવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને જણાવ્યું કે પોલીસને મોટી માત્રામાં ચરસ લાવવામાં આવી રહી છે તેવી સૂચના મળી હતી. જેના પર પોલીસે ઘેરાબંધી કરીને કાર સહીત ત્રણ લોકોનો 6 કિલો ચરસ સાથે ધરપકડ કરી લીધી.












Click it and Unblock the Notifications
