પંજાબ CM ભગવંત માન સામે પોલિસમાં ફરિયાદ, નશાની હાલતમાં ગુરુદ્વારા જવાનો આરોપ
ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ આજે શનિવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.
ચંદીગઢઃ ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ આજે શનિવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભગવંત માનના કથિત રીતે નશાની હાલતમાં ગુરુદ્વારામાં જવાને લઈને કરાવવામાં આવી છે. બગ્ગાએ પંજાબના ડીજીપી પાસે ફરિયાદ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બગ્ગાએ ફરિયાદ કરાયાની માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પર આપીને લખ્યુ, 'ગુરુદ્વારા દમદમા સાહિબમાં નશાની હાલતમાં જવા માટે પંજાબના સીએન ભગવંત માન સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. હું ડીજીપી પંજાબને પોતાની ફરિયાદ પર કાર્યવાહી કરવાની અપીલ કરુ છુ.' આ સાથે જ બગ્ગાએ ફરિયાદનો સ્ક્રીન શૉટ પણ શેર કર્યો છે.
શું છે મામલો?
પંજાબમાં ગુરુદ્વારાનુ વ્યવસ્થાપન જોતી મુખ્ય સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી(એસજીપીસી)એ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત સિંહ માને બૈસાખીનના તહેવાર પર તખ્ત દમદમા સાહિબમાં નશાની હાલતમાં ગયા હતા. 14 એપ્રિલે દેશભરમાં સિખોનો મુખ્ય બૈસાખી પર્વ મનાવવામાં આવ્યો હતો. એસજીપીસીએ પંજાબ સીએમે આ આખી ઘટનાને લઈને પંજાબ સીએમ માનની માફીની પણ માંગ કરી હતી. હવે આ મુદ્દાને લઈને ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ પંજાબ સીએમ સામે ફરિયાદ નોંધાવી છે.












Click it and Unblock the Notifications
