Police Encounter : પોલીસ કઈ પરિસ્થિતીમાં એન્કાઉન્ટર કરી શકે? જાણો શું કહે છે ગાઈડલાઈન?
Police Encounter : આજકાલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોલીસના એન્કાઉન્ટર પર ગંભીર સવાલ ઉભા થઈ રહ્યાં છે. રાજનીતિક હિતો માટે કાયદાને બાયપાસ કરીને લોકોની હત્યા કરાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, પોલીસને એન્કાઉન્ટર કરવા માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવુ પડે છે. વિશેષ સ્થિતીમાં જ પોલીસ એન્કાઉન્ટરનો સહારો લઈ શકે છે.

યુપી પોલીસે 200 થી વધુ લોકોની એન્કાઉન્ટરમાં હત્યા કરી દીધી છે ત્યારે અમે તમને એન્કાઉન્ટરની જરૂરિયાત અને ગાઈડલાઈન વિશે જણાવવાના છીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે બેફામ રીતે પોલીસ લોકોની હત્યા કરી રહી છે ત્યારે પણ તેને લઈને ચોક્કસ નિયમ નથી. જો કે કેટલીક સ્થિતીમાં પોલીસને ગોળી ચલાવવાની પરવાનગી મળે છે. આમાં આરોપી ભાગવાની કોશિશ કરે કે પછી સેલ્ફ ડિફેન્સ માટે પોલીસ ગોળી ચલાવી શકે છે.
એન્કાઉન્ટર પહેલા પોલીસ આરોપીને વોર્નિંગ આપે છે અને રોકાઈ જવા માટે ચેતવે છે. જો આરોપી આવુ ન કહે તો પોલીસ સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટરને અંજામ આપે છે.
એન્કાઉન્ટર માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન
- પોલીસને કોઈ ગંભીર ગુના કરનાર વ્યક્તિ વિશે કોઈ બાતમી મળે ત્યારે તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અથવા કેસ ડાયરીમાં રેકોર્ડ કરવાની રહે છે.
- જો ગુપ્ત માહિતી મળ્યા પછી એન્કાઉન્ટર થાય અને ગુનેગાર મૃત્યુ પામે તો એફઆઈઆર દાખલ કરવી પડે છે. પછી તેને અમુક કલમો હેઠળ કોર્ટમાં મોકલવી જરૂરી છે.
- એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ પોલીસ ટીમના વરિષ્ઠ અધિકારી એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ ટીમના વડાથી એક સ્તર ઉપર અથવા CIDની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે છે.
- પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બદમાશોની સંબંધિત કલમો હેઠળ મેજિસ્ટ્રેટલી તપાસ કરવામાં આવે છે. તેનો રિપોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને પણ મોકલવાનો રહે છે.
- આ ઉપરાંત એન્કાઉન્ટર અંગેની માહિતી રાજ્ય માનવાધિકાર આયોગ અથવા NHRCને કોઈપણ વિલંબ વિના આપવાની રહે છે.
- જો કોઈ ગુનેગાર એન્કાઉન્ટરમાં ઘાયલ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવી ફરજીયાત છે. મેડિકલ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું નિવેદન નોંધવું પણ જરૂરી છે. આ સાથે ફિટનેસ સર્ટિફિકેટ પણ રજુ કરવાનું રહે છે.
- ઘટનાની તપાસ પૂર્ણ થાય ત્યારે તેનો રિપોર્ટ કોર્ટને મોકલવાનો રહેશે. એન્કાઉન્ટર પછી ગુનેગાર અથવા પીડિતાના નજીકના સંબંધીને જાણ કરવાની હોય છે.












Click it and Unblock the Notifications
