For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ મહા આંદોલન : જાણો કેમ પોલીસને આંદોલન કરવાની જરૂર પડી અને શું છે તેમની માગ?

ગ્રેડ પેના મુદ્દા પર જાહેરમાં બોલવા સામે કડક નિયમો હોવા છતાં, ઘણા પોલીસોએ સોમવારના રોજ વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર તેમનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.

|
Google Oneindia Gujarati News

પોલીસ મહા આંદોલન : ગ્રેડ પેના મુદ્દા પર જાહેરમાં બોલવા સામે કડક નિયમો હોવા છતાં, ઘણા પોલીસોએ સોમવારના રોજ વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર તેમનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું. શનિવારના રોજ અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) નરસિમ્હા કોમરે એક પરિપત્ર જાહેર કરીને આ બાબતે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રતિકૂળ પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Police Maha Andolan

તેમના વ્હોટ્સએપ સ્ટેટસ પર બ્લેક રિબન અને "પોલીસ મહા આંદોલન" નો ઉપયોગ કરીને, અમદાવાદ અને ગાંધીનગરના કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સ્તરના ઘણા પોલીસ અધિકારીઓએ હાલના રૂપિયા 1,800 થી ગ્રેડ પેમાં વધારો કરવાની માગ કરી હતી.

પોલીસ કોન્સ્ટેબલ માટે રૂપિયા 2,800, હેડ કોન્સ્ટેબલ માટે રૂપિયા 3,600 અને સહાયક સબ ઇન્સ્પેક્ટર માટે રૂપિયા 4,400 ગ્રેડ પેની માગ કરી રહી છે. કોપ્સ સાપ્તાહિક રજાઓ, સાતમા પગાર પંચ અનુસાર ચૂકવણીની રજાઓ, લગભગ આઠ કલાકનો નિયત સમય અને યુનિયન બનાવવાની પરવાનગીની પણ માગ કરી રહ્યા છે. હાલમાં, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓનું યુનિયન છે, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર સહિત અન્ય પોલીસનું નથી.

શનિવારના રોજ કોમરે તમામ એસપી કચેરીઓ અને કમિશનરેટ્સને વિરોધ દર્શાવવા માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ઘણા પોલીસોએ પરિપત્રની અવગણના કરી અને ઇ વિરોધ ચાલુ રાખ્યો હતો. બાપુનગરનો એક કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા એક ડગલું આગળ ગયો અને તેણે

ગાંધીનગરમાં સચિવાલયમાં વિરોધ પ્રદર્શન પર બેસવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. કાનભાના એક કોન્સ્ટેબલ જેમણે વિરોધ વિશે પોસ્ટ કર્યું હતું, તેમણે કહ્યું કે, પોલીસ પાસે ધરણા કરવા અને કામથી દૂર રહેવાની લક્ઝરી નથી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે અને હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓ સિટી સાયબર ક્રાઈમ પોલીસની વેબસાઈટના લોન્ચિંગ પ્રસંગે બોલી રહ્યા હતા.

પોલીસ કર્મચારીઓની માગણીઓ

  • નવિન ગ્રેડ પે પોલીસ કોન્સ્ટેબલ- રૂપિયા 2800/- , હેડ કોન્સ્ટેબલ - રૂપિયા 3600/ ASI- રૂપિયા 4200/- આપવો.
  • રાજય અનામત પોલીસને જિલ્લા મુજબ સ્થાઈ કરવામાં આવે દર ૩-૩ મહીને થતી બદલી (ઇન્ટર ચેન્જ) રદ્દ કરવામાં આવે.
  • 08 કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક (01 કલાક) મુજબ રૂપિયા 100/- લેખે વધારાનુ ભથ્થુ આપવાનુ રહેશે. (નોધ : - દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે)
  • પોલીસ કર્મચારીને દર માસે રૂપિયા 20/- સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ્દ કરી નવિન એલાઉન્સ દર માસે રૂપિયા 500/- આપવાનુ રહેશે. (નોધ : - દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
  • પોલીસ કર્મચારીને દર માસે રૂપિયા 25/- વોશીંગ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ્દ કરી નવિન એલાઉન્સ દર માસે રૂપિયા 900/- આપવાનુ રહેશે. (નોધ : - દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે)
  • પોલીસ કર્મચારીને દર માસે રૂપિયા 400/- ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ્દ કરી નવિન એલાઉન્સ દર માસે રૂપિયા 1500/- આપવાનુ રહેશે. (નોધ : -દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે)
  • અઠવાડીયા દરમિયાન કોઇ પણ એક દિવસ નક્કી કરી એક (01) વિકલી ઓફ ફરજિયાત આપવાનો રહેશે. જો અઠવાડીયા દરમિયાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વિકલી ઓફ આપી શકાય તેમ ન હોય તો બીજા સપ્તાહમાં બે (02) વિકલી ઓફ આપવાના રહેશે.
  • જો રજા પર પ્રતિબંધ હોય તો કર્મચારીને વિકલી ઓફ દરમિયાન એક દિવસ લેખે રૂપિયા 1000/- ભથ્થુ ચુકવવાની રહેશે. (નોધ : - જાહેર રજાના દિવસે વિકલી ઓફ આપવામાં આવે તો પણ નિયત કરેલ પગાર મુજબનો રજા પગાર કર્મચારીને ફરજિયાત આપવાનો રહેશે.) (નોધ : - દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે)
  • કર્મચારી સતત નોકરીના ભારણના કારણે પોતાના બાળકોને અભ્યાસ પાછળ પૂરતો સમય આપી શકતા નથી, જેથી એક બાળક દિઠ ટયુશન ફ્રી આપવાનુ રહેશે. જેમાં ધોરણ- 1 થી 5 સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂપિયા 500/- તથા ધોરણ - 6 થી 9 સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂપિયા 1000/- તથા ધોરણ - 10 થી 12 સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂપિયા 1500/- દર માસે આપવાના રહેશે. (ફકત બે બાળક સુધી ટયુશન ફ્રી મળવા પાત્ર રહેશે)
  • કર્મચારી સતત નોકરી તથા કામના ભારણના કારણે હેલ્થની કાળજી રાખી શકતો નથી જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂપિયા 300000/- લાખ સુધીનો હેલ્થ મેડીકલેઇમ આપવાનો રહેશે. જેમાં (કર્મચારી + પત્ની + બે બાળકો) નો સમાવેશ કરવાનો રહેશે. અથવા કર્મચારી દ્વારા જાતે રૂપિયા 30000/- લાખ સુધીનો કોઇ પણ કંપનીનો હેલ્થ મેડીકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીને હેલ્થ મેડીકલેઇમના પ્રિમિયમની 75 ટકા રકમ સરકાર દ્વારા ચૂકવવાની રહેશે.
  • રાજ્ય લેવલે વેલ્ફર કપાત બંધ કરી જિલ્લા લેવલે વેલ્ફર પોલીસ મંડળ તૈયાર કરી તેનુ સંચાલન જીલ્લા પોલીસ મંડળ દ્વારા કરવામાં આવે તે રીતની જોગવાઇ કરવાની રહેશે.
  • પોલીસ કર્મચારીને વર્ષ દરમિયાન બે જોડી પોલીસ યુનિફોર્મનુ કાપડ આપવામાં આવે છે, જે યોગ્ય નથી પોલીસ કર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ (ડ્રેશ) પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મનુ કાપડ આપવુ તેમજ તેની સીલાઇનો ખર્ચ એક ડ્રેશ મુજબ રૂપિયા 1200/- લેખે ચુકવવાના રહેશે.
  • પોલીસ કર્મચારીને વર્ષ દરમિયાન બે જોડી પીટી સુઝ તથા એક જોડી બ્લેક કલરના કટબુટ આપવામાં આવે છે, જે એક દમ હલકી ગુણવત્તાના હોય છે. જેથી કર્મચારી પીટી સુઝ/ બ્લેક કટબુટ જાતે ખરીદી કરી શકે તેવી જોગવાઇ કરી અને વર્ષ દરમિયાન બે જોડી પીટી સુઝ ખરીદી માટે રૂપિયા 2000/- તથા એક જોડી બ્લેક કલરના કટબુટ ખરીદી માટે રૂપિયા 2500/- દર વર્ષે ચૂકવવાના રહેશે.
  • નવા પગાર પંચ મુજબ રજા બીલ આપવુ. (જાહેર રજા પગાર બંધ કરવો નહી)
  • પોલીસ કર્મચારીનો ફિક્સ પગાર તાલીમ પૂરતો જ રાખવો, પોલીસ કર્મચારીની તાલીમ પૂર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવાનુ રહેશે.
  • પોલીસ કર્મચારીનો યુનિયન બનાવે અને પોલીસને અપાતી તમામ સાધનસામગ્રી કેશ પેમેન્ટ કરવામાં આવે.
  • 2006ની પ્રથમ લોકરક્ષક બેંચને હજૂ સુધી પ્રથમ ઉચ્ચતર પણ મળી નથી, જે તાત્કાલિક ધોરણે આપવામાં આવે.
English summary
Despite strict rules against speaking out in public on the issue of grade pay, many police continued to raise their voices on platforms such as WhatsApp on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X