For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરઃ 6 કલાકમાં સેનાએ લીધો બારામુલા હુમલાનો બદલો, એક આતંકીને કર્યો ઠાર

6 કલાકની અંદર જ સુરક્ષાબળોએ બારામુલા હુમલાનો બદલો લઈ લીધો છે.

|
Google Oneindia Gujarati News

કાશ્મીર ઘાટીમાં સેનાએ આતંકવાદઓ સામે ઑપરેશન ઝડપી કરી દીધુ છે જેમાં ઘણા આતંકી કમાન્ડર માર્યા ગયા છે. આના કારણે અત્યારે ઘાટીમાં આતંકીઓ અકળાયેલા છે. સાથે જ સુરક્ષાબળોને સતત નિશાન બનાવી રહ્યા છે. સોમવારે સવારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકીઓએ ફરીથી સીઆરપીએફની નાકા પાર્ટી પર હુમલો કર્યો જેમાં એક પોલિસ અધિકારી અને 2 જવાન શહીદ થઈ ગયા. હવે 6 કલાકની અંદર જ સુરક્ષાબળોએ આ હુમલાનો બદલો લઈ લીધો છે.

encounter

માહિતી મુજબ બારામુલા જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સોમવારે સવારે સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની ટીમ તૈનાત હતી ત્યારે ઘાત લગાવીને આતંકીઓએ તેમના પર હુમલો કરી દીધો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. જેમાં સીઆરપીએફની 119 બટાલિયનના બે જવાન ઘાયલ થઈ ગયા જેમણે બાદમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. આ હુમલામાં જમ્મુ કાશ્મીર પોલિસના એક અધિકારી પણ શહીદ થઈ ગયા છે. પોલિસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઘટના બાદ આતંકી ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા છે. જેના પર સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને સીઆરપીએફે વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ.

આ દરમિયાન એક આતંકીને મારી દીધો જ્યારે બે અન્યની શોધ ચાલુ છે. શંકા છે કે હુમલામાં ત્રણ આતંકી શામેલ છે. તમને જણાવી દઈએ કે ચાર દિવસની અંદર આ બીજો મોટો હુમલો છે. આ પહેલા શુક્રવારે સવારે શ્રીનગરના બહારના વિસ્તારમાં નોગામ બાયપાસ પર આતંકીઓએ પોલિસ પાર્ટી પર હુમલો કર્યો હતો જેમાં બે પોલિસકર્મી શહીદ થયા હતા. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ બતાવવામાં આવી રહ્યો હતો.

કચ્છ સીમા પર ઘૂસી આવ્યા પાકિસ્તાની, BSFએ હરામીનાળાથી એકને પકડ્યોકચ્છ સીમા પર ઘૂસી આવ્યા પાકિસ્તાની, BSFએ હરામીનાળાથી એકને પકડ્યો

English summary
police officer and 2 CRPF jawans martyrd in terrorists attack in Baramulla, Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X