
મીનાક્ષી લેખી વિરુદ્ધ ગોવા પોલીસે શરૂ કરી તપાસ
પણજી, 15 ડિસેમ્બરઃ ગોવા પોલીસે તરૂણ તેજપાલ બળાત્કાર કેસની પીડિતાનું નામ સાર્વજનીક કરવાના મામલે ભાજપ પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટ વકીલ મીનાક્ષી લેખી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, રસપ્રદ વાત એ છે કે તપાસના પ્રારંભિક દોરમાં જ પોલીસે મીનક્ષી લેખીને મીનાક્ષી લતિકા બનાવી દીધી છે. આ આધાર પર ફરિયાદ કર્તાએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ તપાસના નામે ઢાંકપિછોડો કરી રહી છે.
આ મામલે ગોવા પોલીસે સાયબર સેલે ગત અઠવાડિયે કાવથનકરને ઔપચારિક રીતે પત્ર મોકલીને અનુરોધ કર્યો કે જો તેઓ મીનાક્ષી લતિકાની ઉક્ત ટ્વીટનું સ્ક્રીન શોટ અને યુઆરએલ પોલીસે આપે અન્યથા પોલીસ પાસે આવીને તેઓ ટ્વીટ અને યુઆરએલ ઓળખે. જે આગળની કાર્યવાહી માટે જરૂરી છે.
પોલીસ દ્વારા 10 ડિસેમ્બરે મોકલવામાં આવેલો આ પત્ર કાવથનકરને શનિવારે મળ્યો. કાવથનકર અનુસાર તેમને એ વાતની ખુશી છે કે આખરે આ મામલે આરંભિક પોલીસ તપાસ શરૂ થઇ ગઇ, પરંતુ તેમણે શંકા છે કે પોલીસ આ મામલે ગંભીર નથી. તેમણે કહ્યું કે, 2 ડિસેમ્બરે નોંધાવવામાં આવેલી મારી ફરિયાદમાં સ્પષ્ટ રીતે મીનાક્ષી લેખી નામ લખ્યું છે. તેમ છતાં પોલીસે તેને મીનાક્ષી લતિકા બનાવી દીધી છે. જો પોલીસ તેમના નામને ઠીક તરીકે રાખી ના શકે તો ટ્વિટર પર મીનાક્ષી લેખી તેના પર ટ્વીટની તપાસ કેવી રીતે કરશે? તેમણે કહ્યું કે, તે સોમવારે પોલીસ મહાનિદેશક સાથે મળીને આ મામલો ઉઠાવશે.