Karnataka Election : ચૂંટણી પહેલા કર્ણાટકમાં મોટી કાર્યવાહી, 100 થી વધુ જગ્યાઓ પર પોલીસની છાપેમારી

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન આગામી 10 મેના રોજ થવા જઈ રહ્યું છે. મતદાન પહેલા રાજ્યમાં પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે. હવે પોલીસે મોટી કાર્યવાહી કરતા જેટલી જગ્યાઓ પર છાપેમારી કરી છે.

ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં તોફાની તત્વોના ઘરો પર પોલીસ દરોડા પાડી રહી છે. શુક્રવારે બેંગલુરુ દક્ષિણ-પૂર્વ ઝોનમાં એક સાથે ઘણા અસામાજિક તત્વોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આ જગ્યાઓ પરછી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે.

Karnataka Election

આ મુદ્દે માહિતી આપતા બેંગલુરુ સિટી પોલીસ કમિશનર સીએચ પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું કે, બેંગલુરુ સાઉથ ઈસ્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સીકે ​​બાબાની આગેવાનીમાં બેંગલુરુ પોલીસ કર્મચારીઓએ 100 થી વધુ લોકોના ઘરો પર દરોડા પાડ્યા હતા.

તેમના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા તિલક નગર, એચએસઆર લેઆઉટ, પરપ્પના અગ્રહારા અને કોરમંગલા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે વોરંટ જારી કરીને ઘાતક હથિયારો કબજે કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X