For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાયપુરમાં ચેકીંગ દરમિયાન પોલીસને પૈસાથી ભરેલી કાર મળી

છત્તીસગઢમાં નવેમ્બરમાં થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા રાજ્યની પોલીસ અને પ્રશાશન ખુબ જ સતર્ક થઇ ગયા છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢમાં નવેમ્બરમાં થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા રાજ્યની પોલીસ અને પ્રશાશન ખુબ જ સતર્ક થઇ ગયા છે. રાજધાની રાજપુરમાં પોલીસ ગાડીઓની ચેકીંગ કરી રહી છે. શુક્રવારે લગભગ રાત્રે 9.30 વાગ્યે શંકર નગર કેનાલ રોડ પર પોલીસની ચેકિંગમાં એક કારમાંથી 46 લાખ 50 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ગાડીમાં બેઠલા બંને યુવકની પોલીસ અટક કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

black money

પોલીસના જણાવ્યા અનુસાર ભારત માતા ચોક પર સિવિલ લાઈન પોલીસ વાહનોનું ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન સફેદ રંગની ઇનોવા સીજી 10 ઝેડ 8040 ચોકથી કાજન તરફ જઈ રહી હતી. પોલીસ જવાનોએ ગાડી રોકી અને કારમાં બેઠેલા મુકેશ કુમાર સિંહ અને ડ્રાઈવર પાસે જરૂરી કાગળોની માંગણી કરી. કારમાં કાળા કલરનું બેગ રાખેલું હતું. પોલીસે જયારે આ બેગ ખોલ્યું ત્યારે તેઓ હેરાન થઇ ગયા. બેગમાં 500, 2000 અને 200 રૂપિયાના નોટોના બંડલ હતા.

આ પણ વાંચો: ગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ, RTI નો ખુલાસો

પોલીસે જયારે કારના ડ્રાઈવર પાસે પૈસાનો હિસાબ માંગ્યો ત્યારે તે સંતોષજનક જવાબ નહીં આપી શક્યો. તેને પોતાને રિકવરી એજન્ટ ગણાવ્યો. પકડવામાં આવેલા આરોપી આનંદમ નગર કાચનાના રહેવાસી છે, જેમની ઓળખ મુકેશ કુમાર સિંહ અને ઓમાન સિંહ તરીકે થઇ છે. મુકેશ સિંહ ઘ્વારા પોલીસ પુછપરછમાં જણાવવામાં આવ્યું કે તેઓ મંગલ કમર્શિયલમાં કામ કરે છે. હાલમાં તે પીએમટી કંપની ઘ્વારા વેચવામાં આવેલા સામાનનું કલેક્શન કરીને પાછો ફરી રહ્યો હતો.

આ પણ વાંચો: લાખો રૂપિયા ભરેલી બેગ કચરાપેટીમાં નાખીને ભાગી ગઈ મહિલા

પોલીસ અનુસાર કારોબારીએ પૈસાના સંબંધમાં જે જાણકારી આપી છે તેના આધારે ઈન્ક્મ ટેક્સ વિભાગ આગળની તપાસ કરશે. ગાડીમાં બેસેલા બંને યુવકની પોલીસે અટક કરી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
Police seized Rs 4650000 cash from a car during checking in Raipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X