For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાખો રૂપિયા ભરેલી બેગ કચરાપેટીમાં નાખીને ભાગી ગઈ મહિલા

કચરાપેટીમાં 7 લાખ રૂપિયા નાખીને ભાગી ગઈ મહિલા, પોલીસે તપાસ હાથ ધરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નોઈડાના સેક્ટર 18 સ્થિત ડીએલએફ મોલના વૉશરૂમમાં અચરજ પમાડે તેવો મામલો સામે આવ્યો છે, અહીં વૉશરૂમમાંથી નોટોનાં બંડલ મળી આવ્યાં છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ પણ અહિં પડેલ લાખો રૂપિયા જોઈને દંગ રહી ગઈ છે, પોલીસે પણ શોધખોળ શરૂ કરી છે કે આખરે કોણ આટલા રૂપિયા કચરાપેટીમાં ફેંકીને ભાગી ગયું? સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલુમ પડ્યું કે પૈસા ફેંકનાર કોઈ મહિલા હતી.

શું હતો મામલો

શું હતો મામલો

ઉલ્લેખનીય છે કે ડીએલએફ મોલ દિલ્હી એનસીઆરના સૌથી મોટા મોલમાંનો એક છે. અહિ કેટલાય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના શોરૂમ છે, જ્યાં લોકોની ભીડ પણ ભારે જોવા મળતી રહે છે. એવામાં મોલની ભીડની વચ્ચે એક મહિલાએ વૉશરૂમની અંદર રાખેલ કચરાપેટીમાં નોટોનાં બંડલ ભરેલી બેગ ફેંકીને ભાગી ગઈ છે. જણાવી દઈએ કે મહિલાએ રૂપિયા ફેંક્યા તે ચલણમાંથી બહાર કરાયેલ 1000 અને 500 રૂપિયાની જૂની નોટો હતી.

20 સપ્ટેમ્બરનો મામલો

20 સપ્ટેમ્બરનો મામલો

જાણકારી મુજબ બેગમાં કુલ 7 લાખની જૂની નોટો મળી આવી છે. આ મામલો 20 સપ્ટેમ્બર 2018નો છે. મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ વૉશરૂમની સફાઈ કરી રહેલ મહિલા કર્મચારીઓના હાથમાં આ બેગ આવી હતી. જે બાદ આ મામલે મોલ પ્રશાસનને જાણકારી આપવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ડીએલએફ ચોકી ઈન્ચાર્જ રાઘવેન્દ્ર સિંહ ઘટના સ્થળે પહોંચ્યા અને અહીંથી 14 નોટોનાં બંડલ જપ્ત કર્યાં. જેમાં 1000 રૂપિયાની 15 અને 500 રૂપિયાની 1370 નોટ હતી.

સીસીટીવીમાં કેદ થઈ મહિલા

સીસીટીવીમાં કેદ થઈ મહિલા

પોલીસને એ વાત પર શંકા છે કે વૉસરૂમ પાસે લાગેલ સીસીટીવી કેમેરામાં એક મહિલા કેદ થઈ ગઈ છે જેના હાથમાં બેગ હતી. કેમેરામાં જોઈ શકાય છે કે મહિલા વૉશરૂમમાં જાય છે ત્યારે તેની પાસે બેગ હોય છે પરંતુ જ્યારે પરત આવે છે ત્યારે તેના હાથમાં બેગ નથી હોતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશેપોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશે

English summary
Demonetised notes of 7 lakh found from the DLF mall in Noida sector 16.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X