For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Viedo: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશ્નર સામે નારા લાગ્યા- 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો'

Viedo: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશ્નર સામે નારા લાગ્યા- 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ દિલ્હી પોલીસના જવાન આઈટીઓ સ્થિત પોલીસ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક અહીં પહોંચ્યા અને પ્રદર્શન કરી રહેલ પોલીસકર્મીઓને શાંતિની અપીલ કરી. આ દરમિયાન પોલીસર્મીઓએ પટનાયક સામે જ 'હમારા સીપી કૈસા હો, કિરણ બેદી જૈસા હો'ના નારા લગાવવા શરૂ કરી દીધા હતા. પોલીસ કમિશ્નરની હાજરીમાં જ ઘણો સમય સુધી નારેબાજી થઈ. જેનો વીડિોય પણ સામે આવ્યો છે.

delhi police

દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે પોલીસ હેડક્વાર્ટર પહોંચી પ્રદર્શન કરી રહેલ પોલીસકર્મીઓને કહ્યું કે અમે કાનૂનના ચોકીદાર ચીએ અને અમારી ડ્યૂટી નિભાવતા રહીશું. તેમણે તમામને ડ્યૂટી પર પરત ફરવા કહ્યું. પ્રદર્શન કરી રહેલ પોલીસકર્મીઓ કમિશ્નર તરફથી પોતાના પક્ષમાં કોઈ મોટી રાહત આપવાની વાત ન કહેતાં ગુસ્સે થયા અને નારેબાજી શરૂ કરી દીધી હતી.

જ્યારે દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે પોલીસકર્મીઓ સાથે હિંસા કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાણી છે. જે ઘટના બની છે, તેને લઈ પોલીસમાં ગુસ્સો છે. અમે સ્થિતિ સુધારવા માટે સતત કોશિશ કરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 2 નેમ્બરે પોલીસ અને વકીલો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને તરફથી જ એકબીજા પર હુમલો અને મારપીટ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. મામલામા કેટલાક વકીલો ઘાયલ થયા હતા જ્યારે કેટલાય વાહનોમાં પણ આગચંપી કરવામાં આવી હતી. ઘટના બાદ વકીલોએ દેશભરમાં પ્રદર્ન કર્યું હતું. મંગળવારે દિલ્હી પોલીસના જવાન પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

વકીલોની મારપીટ વિરુદ્ધ પોલીસ હેડક્વાર્ટર પર પોલીસકર્મીઓનું વિરોધ પ્રદર્શનવકીલોની મારપીટ વિરુદ્ધ પોલીસ હેડક્વાર્ટર પર પોલીસકર્મીઓનું વિરોધ પ્રદર્શન

English summary
police sought slogans- hamara cp keisa ho, kiran bedi jeisa ho
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X