For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન અયપ્પાના દર્શન માટે સબરીમાલા મંદિરે જઈ રહી હતી 12 વર્ષની છોકરી, પોલીસે રોકી

ભગવાન અયપ્પાના દર્શન માટે સબરીમાલા મંદિરે જઈ રહી હતી 12 વર્ષની છોકરી, પોલીસે રોકી

|
Google Oneindia Gujarati News

કેરળઃ મંગળવારે સવારે પોતાના મા-બાપ અને સંબંધીઓ સાથે સબરીમાલા મંદિરે દર્સન કરવા જઈ રહેલ 12 વર્ષની છોકરીને પોલીસે રોકી દીધી. જો કે પોલીસે છોકરીના પિતા અને તેના સંબંધીઓને મંદિરમાં જવાની મંજૂરી આપી દીધી છે. જાણકારી મુજબ 12 વર્ષની એક છોકરી તમિલનાડુથી ભગવાન અયપ્પાના દર્શન કરવા પહોંચી હતી. છોકરીના દસ્તાવેજોમાં તેની ઉંમરનો પતો લાગ્યો પછી તેને મંદિરની બહાર જ રોકી દેવામાં આવી. જણાવી દઈએ કે મંદિરમાં દસથી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ ન આપવાની પરંપરા છે.

sabrimala

જણાવી દઈએ કે ઉચ્ચતમ ન્યાયાલયે ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રતિબંધિત આયુ વર્ગની મહિલાઓને પ્રવેશ આપવાના પાછલા આદેશ પર રોક લગાવી નથી, છતાં શનિવારે આંધ્ર પ્રદેશથી 30 લોકોના સમૂહમાં સામેલ 10 મહિલાઓને પમ્પાથી જ પાછા મોકલી દેવામાં આવી કેમ કે તેમની ઉંમર 10 અને 50 વર્ષની વચ્ચે હતી.

કેરળના કાયદા મંત્રી એ કે બાલને કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી 28 સપ્ટેમ્બર 2018ના રોજ તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવાના આદેશ 'વસ્તુતઃ' રોક લાગી ગઈ છે અને સરકાર માત્ર અદાલતના આદેશના આધારે જ કાર્યવાહી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસ 7 જજની સંવિધાન પીઠને સોંપ્યોસુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસ 7 જજની સંવિધાન પીઠને સોંપ્યો

English summary
police stopped 12 year girl on the way to sabrimala temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X