કાશ્મીરમાં અથડામણ ચાલુ: એક આતંકી ઠાર, એક પોલીસ જવાન શહીદ

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સવારે પુલવામાં જિલ્લામાં મંડૂરા (ટ્રાલ) તરફ જઇ રહેલા ગશ્તી ગળ પર ગોળીબાર ચાલુ કરી દીધો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદી હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થઇ ગયા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસના ઘાયલ કોંસ્ટેબલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. જ્યારે બે અન્ય ઘાયલોમાં સુરક્ષા અધિકારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) અને વિશેષ કાર્યવાહી ગ્રુપના એક-એક જવાન છે.
આતંકવાદીઓની સાથે હજી પણ ઘાટીમાં જવાનોની અથડામણ જારી છે. જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે જ્યારે અન્ય બે આતંકવાદીઓ સાથે હજી પણ અથડામણ ચાલું છે. આ અથડામણ સવારના 6 વાગ્યાથી ચાલુ છે.












Click it and Unblock the Notifications
